ગુજરાતમાં રોજબરોજ ક્રાઇમ રેટ વધતો જઇ રહ્યો છે અને સુરત શહેર ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું છે. ત્યારે ફરી એક વખત સુરતના પલસાણા વિસ્તારમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
બાતમીના આધારે પોલીસે પલસાણા વિસ્તારમાં આવેલા શિવ સાગર રેસિડેન્સીના મકાન નંબર 544 ખાતે રેડ કરી કરી હતી. આ રડે દરમિયાન મકાનમાંથી પોલીસને 500ના દરની 398 જેટલી બનાવટી નોટો મળી આવી હતી.
આ નકલી નોટોનું કૌભાંડ લક્ષ્મણ પુરોહિત નામનો શખ્સ ચલાવતો હતો, જેની પોલીસે અટકાયત કરી લીધી છે. આરોપી નકલી નોટો છાપવા માટે કલર પ્રિન્ટરનો ઉપયોગ કરતો હતો. પોલીસે કલર પ્રિન્ટર પણ કબ્જે કરી લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે.