ભારતમાં કોરોનાની પહેલી વેક્સિન લાવનારી કંપની સિરમ ઈન્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નતાશા પૂનાવાલાના ગ્લેમરસ અંદાજથી સૌ કોઈ વાકેફ છે. સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા નતાશા પૂનાવાલા પોતાના અંદાજ અને નાનામાં નાની એક્ટિવીટી સોશ્યલ મીડિયા પર મુકીને તમામ માહિતી તેમના ફેંસ સુધી પહોંચાડે છે. 2022ના વર્ષની શરૂઆત પણ તેણે ગ્લેમરસ અંદાજમાં કરી હતી. સોશ્યલ મીડિયા પર ફોટોગ્રાફ મુક્યા હતા. બ્લેક ડ્રેસમાં નતાશા પુનાવાલા બેહદ આકર્ષક દેખાઈ રહી હતી.
પોતાની પોસ્ટમાં નતાશાએ લખ્યુ હતુ કે “પાછળ વળીને જોવુ નહી સતત આગળ વધતાં રહો હેપ્પી ન્યુયર 2022” વર્ષો વિતતા રહે છે, પાછળના વર્ષે શું થયુ તે જોઈને જીવનમાં ઉભા રહી જવાની જરાય જરૂર નથી. આગળ વધો અને સફળતાં મેળવો.
પોતાની પોસ્ટ પરથી નતાશાએ પોતાની દ્રષ્ટિકોણ સાફ કર્યો . આ પહેલી વખત નથી કે નતાશાનો ગ્લેમર અંદાજ સોશ્યલ મીડિયા પર દેખાયો છે. પહેલાં પણ તેણે પોતાની બોલીવૂડ સાથે મિત્રો સાથેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
નતાશાની ફેશન સેન્સના દિવાના ફક્ત ભારતમં નહી પણ ભારતના બહારના લોકો પણ છે. નતાશાની ડ્રેસિંગ સેન્સ પણ વિદેશી સેલિબ્રિટીઝના દિવાના છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતે જ ખુલાસો કર્યો હતો કે ગાયિકા કેટી પેરી તેની પાસેથી ફેશન ટિપ્સ લે છે. નતાશા ફક્ત નવા કપડાં પહેરીને ફર્યા કરે છે તેવું પણ નથી. ફેશન સેંસ સાથે નતાશા બિઝનેસ બ્રેઈન પણ ધરાવે છે. કંપનીમાં ઘણી જવાબદારીઓ પણ નિભાવે છે. Siiની એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સિવાય તે વિલુ પૂનાવાલા ફાઉંડેશન સિવાય બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન ફાઉંડ ફોર ઈન્ડિયાની ચેયરપર્સન પણ છે. પ્રિંસ ચાર્લ્સે તેની નિમણુંક કરી હતી.
No looking back. Onwards and upwards! #2022 #HappyNewYear pic.twitter.com/ip43e3CmDp
— Natasha Poonawalla (@NPoonawalla) January 2, 2022