નવસારીઃ નવસારીમાં નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ રાજ્યના શિક્ષકોને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. પાટીલે શિક્ષકોને સૂફિયાણી સલાહ આપતા કહ્યું હતું કે શિક્ષકો કર્મચારીઓ થઇ ગયા છે. તેઓ પગાર વધારો મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે. શિક્ષકો એ કર્મચારી નથી, સમાજમાં તેને ગુરુનું સ્થાન છે, તેના પર આવતીકાલના નાગરિક તૈયાર કરવાની જવાબદારી છે.
ચીખલી તાલુકાના સમરોલી ગામમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે. પોતાની જવાબદારી છે તે ધીમે ધીમે ભૂલી રહ્યા છે.શિક્ષક પોતે ગુરુજી છે તે વાત તેના મનમાં ઉતારવા માટે આગામી દિવસોમાં રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કરાશે. સાથે તેઓ એક કર્મચારી નથી પણ સમાજમાં તેઓને ગુરુનું સ્થાન છે. જેથી તેઓને ગુરુ હોવાની યાદ અપાવી કામ કરવા અપીલ કરાશે.