spot_img

સ્ટેડિયમ બનાવવા માટે એક પૂર્વ ક્રિકેટર ઉત્તર પ્રદેશની સરકાર સાથે ભીડાઈ ગયો

ભારતના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ યોગી આદિત્યનાથની સરકારને જૂનું વચન યાદ અપાવ્યું છે. સુરેશ રૈનાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠીને ટ્વિટ કરીને પૂછ્યું છે કે ગાઝિયાબાદમાં સ્ટેડિયમ ક્યારે બનશે? સરકાર પોતાનું વચન ક્યારે પૂરું કરશે? 2015માં ગાઝિયાબાદમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનું સપનું જોયું હતું. પરંતુ હજુ પણ માત્ર જમીન જ દેખાઈ રહી છે.

અચાનક એક ક્રિકેટરના ખુલ્લે આમ થયેલા સવાલો પર શલભ ત્રિપાઠી સામાન્ય જવાબ આપી છુટી ગયા હતા. જેમાં લખ્યુ હતુ કે ટૂંક સમયમાં ગાઝિયાબાદમાં સ્ટેડિયમ બનાવવામાં આવશે. આપને જણાવવા માંગીએ છીએ કે શલભ મણિ ત્રિપાઠી દેવરિયા ગયા હતા. જ્યાં તે યુવા ખેલાડીઓને મળ્યો હતો. અને દેવરિયામાં પ્રસ્તાવિત સ્ટેડિયમ અંગે ચર્ચા કરી હતી.

મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદમાં પ્રસ્તાવિત ક્રિકેટ સ્ટેડિયમનું બે બે વાર વાર ભૂમિ પૂજન થઈ ગયુ છે. પણ કામ શરૂ નથી થયુ. UPCA એટલે કે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને વર્ષ 2015માં ગાઝિયાબાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જીડીએને અપાયેલા નક્શા અને પ્લાન પ્રમાણે 34 એકર જમીનમાંથી 22 એકર પર સ્ટેડિયમ બનાવવાની યોજના છે. બાકીની જમીન પર ફાઈવ સ્ટાર હોટલ અને અન્ય વસ્તુઓ બનાવવાની હતી. જે હજુ સુધી બની નથી. સ્ટેડિયમ બનાવવાનો કુલ ખર્ચ 600 કરોડ પણ નક્કી કરાયો હતો.

જમીન ખરીદીમાં અત્યાર સુધીમાં 80 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. 28 જુલાઈ 2019ના રોજ લખનઉંમાં આયોજિત ઈન્વેસ્ટર્સ સમિટ કાર્યક્રમમાં પણ ફરીથી ભૂમિપૂજન કરાયુ હતુ. બીજી વખત ભૂમિપૂજન થયાને લગભગ અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે. કંઈ કામ ન થયું. આ જ કારણ છે કે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની ધીરજનો બંધ તૂટી ગયો અને તેણે સવાલો પૂછવા માંડ્યા.

સુરેશ રૈના ગાઝિયાબાદના મુરાદનગરમાં જન્મ થયો અને ત્યાં જ ઉછર્યો. રૈનાએ ભારત માટે 226 વનડે રમી છે. પાંચ સદી અને 36 અડધી સદીની મદદથી 5615 રન બનાવ્યા છે. આ સિવાય રૈનાએ 18 ટેસ્ટ મેચમાં એક સદી અને સાત અડધી સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. જ્યારે 78 T20I મેચોમાં તેણે એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે. સુરેશ રૈનાએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles