રાયપુર: છત્તીસગઢના સુકમા જિલ્લાના મરઇગુડાના લિંગનપલ્લી કેમ્પમાં રિતેશ રંજને પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટનામાં ચાર જવાનના મોત થયા હતા જ્યારે 3 જવાન ઘાયલ થયા છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટનામાં 4 જવાનોના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે અને તેમણે પોલીસ અધિકારીઓને કહ્યુ કે આવી ઘટના ફરી ના બને તેનું ધ્યાન રાખવામાં આવે. સીએમે ઘટનામાં મૃતક જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ જવાનોની સારી સારવારના અધિકારીઓને આદેશ આપ્યા છે.
આરોપી જવાનની અટકાયત
રાજ્યના બસ્તર વિસ્તારના પોલીસ કમિશનર સુંદરરાજ પીએ કહ્યુ કે સવારે 3.15 વાગ્યે જવાન રિતેશે વિવાદ બાદ પોતાની એકે-47 રાઇફલથી અન્ય જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સાત જવાન ઘાયલ થયા હતા, તેમણે જણાવ્યુ કે ઘટનાની જાણકારી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અધિકારીઓએ આરોપીને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.