બેઇજિંગ: રાતો રાતો વિશ્વના ધનવાનોની યાદીમાં સ્થાન મેળવીને ચીનમાં જન્મેલા ચાંગપેંગ ઝાઓ લાઇમ લાઇટમાં આવી ગયો છે. Changpeng Zhao અચાનક એશિયા અને ભારતના સૌથી મોટા ધનાઢ્ય મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા હતા પરંતુ બે દિવસમાં જ Changpeng Zhaoને પછાડી અંબાણી આગળ નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, બ્લુમબર્ગ પહેલીવાર 44 વર્ષના Changpeng Zhaoની સંપત્તિનું મૂલ્યાંકન કર્યુ છે.
કોણ છે Changpeng Zhao..?
એક સમયે Changpeng Zhao મેકડોનાલ્ડ્સમાં બર્ગર બોયનું કામ કરતા હતા પરંતુ આજે તેમની ગણતરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં થાય છે. તમને જણાવી દઇયે કે Changpeng Zhao એ દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સે (Binance)ના સીઇઓ છે. Changpeng Zhao વર્ષ 2017માં બિનાન્સેની શરૂઆત કરી હતી. બ્લુમબર્ગે પહેલીવાર Changpeng Zhaoની સંપત્તિનું આંકલન કર્યુ છે પરંતુ તેમાં તેમણે વ્યક્તિગત ધોરણે ક્રિપ્ટો કરન્સીમાં કરેલા રોકાણનો સમાવેશ કરાયો નથી. તેમણે બિટકોઇન અને બિનાન્સેમાં જંગી મૂડીરોકાણ કરેલુ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક વર્ષમાં બિટકોઇનમાં અધધધ… 1300 ટકાની તેજી આવી છે.
તાજેતરમાં Changpeng Zhaoની સંપત્તિ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કરતા વધારે થઇ ગઇ હતી. જેમાં Changpeng Zhao 96.9 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 10મા ક્રમે પહોંચી ગયા હતા જ્યારે મુકેશ અંબાણીની 96.8 અબજ ડોલરની નેટવર્થ સાથે 11માં ક્રમે આવી ગયા હતા.
બ્લુમબર્ગના આંકડા મુજબ વર્ષ 2021માં બિનાન્સે ટ્રેડિંગ વોલ્યૂમ અને ફી મારફતે 20 અબજ ડોલરની કમાણી કરી હતી.
ધનાઢ્યોની યાદીમાં એલન મસ્ક અડીખમ...
આ દરમિયાન વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા ઇન્ક કંપનીના માલિક એલન મસ્ક સંપત્તિમાં ધોવાણ થવા છતાં દુનિયાના નંબર-1 ધનાઢ્યના સ્થાને અડીખમ રહ્યા હતા. ગુરુવારે તેમની સંપત્તિ 17.7 અબજ ડોલર ઘટીને 264 અબજ ડોલર થઇ હતી. નોંધનિય છે કે, ચાલુ વર્ષે દુનિયાના ટોપ-10 ધનાઢ્યોમાંથી 8 ધનકુબેરોની સંપત્તિમાં ધોવાણ થયુ છે. એમેઝોનના માલિક 187 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ છે.