એંટી લોકડાઉન( Anti-Lockdown) નામના ટોકનમાં એક દિવસમાં આશરે સાડા 9 લાખ ટકાનું રીટર્ન જોવા મળ્યુ. અત્યારના સમયમાં 1600 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી રહી છે.ક્રિપ્ટો કરંસી માર્કેટ (Cryptocurrency Market) ઘણાં લોકો કલાકોમાં લાખો પતિ અને કરોડપતિ બની ગયા. ઘણાં લોકો એવા પણ છે. જેમના ઘણાં રૂપિયા ડુબી પણ ગયા છે. પરંતુ કેટલાક એવા ટોકન છે જેઓ પોતાના નામના કારણે ઘણાં લોકપ્રિય બન્યા છે. અને રોકાણકારોને પણ ટોકને ફાયદો કરાયો. આવો જ એક ટોકન જેનું નામ એંટી લોકડાઉન (Anti-Lockdown) જેને છેલ્લા 24 કલાકમાં સાડા 9 લાખ ટકા રીટર્ન આપ્યુ છે. જો કોઈએ 24 કલાક પહેલાં એક હજાર રૂપિયાનુ રોકાણ ટોકનમાં કર્યુ હશે તો તેની અત્યારે 95.60 લાખ રૂપિયા મળી ગયા હશે. આવો તમણે જણાવીએ કઈ રીતે.
એંટી લોકડાઉન ટોકનમાં જોરદાર ઉછાળો
એંટી લોકડાઉન ટોકનમાં છેલ્લાં 24 કલાકમાં ભયંકર ઉછાળો જોવા મળ્યો છે. આ ઉછાળો આશરે સાડા 9 લાખ ટકાની આસપાસ છે. જેના કારણે એંટી લોકડાઉન ટોકનની અત્યારની પ્રાઈસ 0.009446 ડોલર એટલે કે 0.72 રૂપિયા પર છે.
24 કલાકમાં સાડા 9 લાખ ટકા રીટર્ન કેવી રીતે ?
24 કલાકમાં ટોકને 0.0000012 ડોલર એટલે કે 0.111191 રૂપિયા પર જોવા મળ્યો હતો. અને 24 કલાક સમય વિત્યા બાદ આ જ ટોકન 0.01139 ડોલર એટલે કે 0.87 રૂપિયાના ભાવે દેખાડ્યો હતો. એનો મતલબ એ થયો કે આ સમયગાળા દરમિયાન ટોકને 9,49,067 ટકાનું રીટર્ન પોતાના રોકાણકારોને આપ્યુ. જેના કારણે 24 કલાકના સમયગાળામાં કોઈ રોકાણકારોએ 0.0000012 ડોલર મતલબ કે 0.000091 રૂપિયાના હિસાબથી 1000 રૂપિયાનું રોકાણ કર્યુ હોય તો 24 કલાકમાં 1000 રૂપિયા ની વેલ્યુ 0.01139 ડોલર મતલબ કે 0.87 રૂપિયાના હિસાબથી 95.60 લાખ રૂપિયા થઈ ગયા હોત. અને જો રોકાણ 10 હજાર રૂપિયાનુ હોત તો તેની વેલ્યુ 9 કરોડ રૂપિયા થી વધુ થઈ ગઈ હોત
નોંધઃ અમે કોઈપણ ક્રિપ્ટોકરંસીમાં રોકાણ કરવા માટે આપને ભલામણ કરતાં નથી, આ લેખ ફક્ત માહિતી માટે છે. રોકાણ કરતાં પહેલાં યોગ્ય માહિતી મેળવી પછી જ રોકાણ કરશો.