spot_img

સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર કેળવી મિત્રતા, ગેસ્ટહાઉસમાં લઇ બાંધ્યો શારિરીક સંબંધ

આજનો યુગ ડિઝિટલ યુગ છે. આજના સમયમાં નાના બાળકો પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. અમરેલીના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામની સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અમદાવાદના એક યુવકે દુષ્કર્મ આચર્યુ હતુ.

ઇંસ્ટાગ્રામ પર પરિચય બાદ મિત્રતા કેળવવાની સગીરાએ મોટી કિંમત ચૂકવવી પડી છે. અમદાવાદના યુવકે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામની સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર પહેલા મિત્રતા કેળવી હતી. તે બાદ બન્ને વચ્ચે ધીમે ધીમે વાતો થવા લાગી હતી. સગીરાને તે બાદ લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી હતી.

એક વખત અમદાવાદથી રાહુલ નામનો વ્યક્તિ સગીરાને મળવા માટે તેના ગામમાં આવ્યો હતો અને ફરવા જવાનું કહીને તે બન્ને ગામની બહાર નીકળ્યા હતા. આરોપી સગીરાને વીરપુર (જલારામ) લઇ ગયો હતો. બન્ને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ગેસ્ટ હાઉસમાં સગીરાની એકલતાનો લાભ લઇને આરોપીએ શારીરિક સબંધ બાંધ્યા હતા. તે બાદ સગીરાએ લગ્નનું દબાણ કરતા યુવક કઇ જવાબ આપતો નહતો. આખી વાતની જાણ સગીરાના માતા-પિતાને થતા તેમણે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુન્હો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles