છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના એક ગામમાં વિચિત્ર ઘટના સામે આવી છે. ગામમાં એક જર્સી ગાયે ત્રણ આંખવાળા વાછરડાને જન્મ આપ્યો છે. ત્રણ આંખો સાથે, વાછરડાના નાકમાં બેને બદલે ચાર છિદ્રો છે. આ વાછરડાને જોવા માટે ગંડઇ ગામ તેમજ દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. 14 જાન્યુઆરીએ સાંજે લગભગ 7 વાગે ગાયે એક વાછરડાને જન્મ આપ્યો હતો. ત્રીજી આંખ વાછરડાના નાકની ઉપર કપાળ પર છે જેથી આ ત્રણ આંખવાળા વાછરડા સાથે લોકોની આસ્થા જોડાયેલી જોવા મળી રહી છે. લોકો આ વાછરડાને ભગવાન શિવનું સ્વરૂપ માની રહ્યા છે. લોકો વાછરડાને ભગવાન શિવનું સ્વરૂપ માનીને તેની આગળ ધૂપ સળગાવીને ફૂલ, નારિયેળ, ફળ અને પૈસા અર્પણ કરીને તેની પૂજા કરી રહ્યા છે
જોકે આ અંગે ડૉક્ટરો કહે છે કે આ કોઈ ચમત્કાર નથી. પણ હોર્મોનલ ડિસઓર્ડરને કારણે આવુ થયું છે. ગાયના પેટમાં વાછરડાનો યોગ્ય વિકાસ ન થવાને કારણે આવું થયુ હોવાનું ડોક્ટર્સ માની રહ્યા છે..