Curtis Campher Hat trick: ટી-20 વર્લ્ડકપની શરૂઆત શાનદાર રીતે થઇ છે. ટુનામેન્ટના બીજા જ દિવસે હેટ્રીક જોવા મળી હતી. એટલું જ નહી આયરલેન્ડના બોલરે સળંગ ચાર બોલમાં ચાર વિકેટ લઇ ખળભળાટ મચાવી દીધો છે. આયરલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં આયરલેન્ડના બોલ કર્ટિસ કૈમ્ફરે સળંગ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી આ વર્લ્ડકપની પ્રથમ હેટ્રિંક પોતાના નામે કરી હતી.
રાઉન્ડ-1ની આ મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો અને નેધરલેન્ડની ઇનિંગની 10મી ઓવરમાં કર્ટિસે હેટ્રિક ઝડપી હતી. કર્ટિસે ચાર બોલમાં ચાર વિકેટ લઇ નેધરલેન્ડ્સની બેટિંગની કમર તોડી નાખી હતી. ટી-20 ઇન્ટરનેશનલમાં આયરલેન્ડ તરફથી હેટ્રિક લેનાર કર્ટિસ પ્રથમ બોલર બની ગયો છે જ્યારે ટી-20 ઇતિહાસમાં આ 19મી હેટ્રિક હતી. ત્રીજી વખત ટી-20 ઇન્ટરનેશનલમાં કોઇ બોલરે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી છે.