આ ચકચાર જગાવતી ઘટના અંગે નાની દમણ પોલીસ મથકના HSO સોહિલ જીવાણીએ વિગતો આપી હતી કે, દમણની મરવડ સરકારી હોસ્પિટલમાંથી દમણ પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે અહીં એક 11 વર્ષની બાળકી સાથે કોઈ ઇસમે ખરાબ કૃત્ય કર્યું છે. એટલે તાત્કાલિક એક ટીમ મરવડ હોસ્પિટલે પહોંચી હતી. જ્યાં ઘટના અંગે વિગતો મેળવી હતી.
જો કે બાળકી સાથે ખરાબ કૃત્ય કરનાર સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતકુમાર ધનંજય કુમાર ત્યાંથી ફરાર ફરાર થઈ ગયો હતો. એટલે પોલીસે બસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરી આરોપી પ્રશાંત તેમના વતન બિહાર ભાગે તે પહેલાં જ તેને ઝડપી પાડી પોલીસ મથકે લાવી હતી. જ્યાં ફરિયાદી તરફથી નોંધાવેલ ફરિયાદ મુજબ IPC કલમ 376, 376(A)(B) અને પોકસો કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દમણ મરવડ હોસ્પિટલમાં બીમાર માતા સાથે આવેલ બાળકીને એકલી ફરતી જોઈ સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતની દાનત બગડી હતી. એટલે તેણે પાણી પીવાનું બહાને બાળકીને રૂમ માં બોલાવી એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુઁ અને ત્યાર બાદ પોતાના વતન જવા ભાગ્યો હતો. પરન્તુ પોલીસે તેને દબોચી લીધો છે.