બોલિવૂડની બે ઉભરતી અભિનેત્રી સારા અલી ખાન અને જાહ્નવી કપૂર હાલમાં કેદારનાથના દર્શન માટે પહોંચી હતી. દર્શનબાદ સારા અલી ખાને પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરી હતી.
સારા અલી ખાને શેર કરેલી એક તસવીરબાદ તેના ચાહકોએ વધુ તસવીરોની માંગણી કરી હતી અને સારાએ ચાહકોનું માન રાખીને વધુ તસવીરો શેર કરી હતી.
સારાએ શેર કરેલી તસવીરોમાં એક કેપ્શન લખ્યું હતું ‘ત્યાં આવી છું જ્યાંથી શરૂઆત થઇ હતી’ આ કેપ્શન પાછળનું રહસ્ય એ છે કે સારાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી.
સારા અને જાહ્નવીની કેદારનાથની તરસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે, તેના ચાહકો બંનેની તસવીરોને ખૂબ પસંદપણ કરી રહ્યા છે.
તો બોલિડવૂડમાં પણ આ ઉભરતી અભિનેત્રીઓની દોસ્તીની ચર્ચાઓ ચાલી રહી છે.