spot_img

ફક્ત 3 સેકંડે મશીનના રૂપમાં મૃત્યુએ વ્યક્તિને પોતાનો પરચો દેખાડી દીધો

કોઈપણ દેશના વિકાસમાં ઉદ્યોગોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ઉદ્યોગોને ચલાવવા માટે કારીગરોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ઘણાં કારીગરો એવા હોય છે જેઓ ઉદ્યોગને સાચી અને સારી દિશામાં લઈ જવા માટે પોતાનું પૂરેપૂરુ જોર લગાવી દે છે. રાતદિવસ કામ કરે છે અને રાતદિવસ કામ કરવાની લ્હાયમાં એક દિવસ એવો આવે છે જ્યારે કામ કરતાં કરતાં કોઈ મશીનમાં તેનો હાથ અથવા પગ આવી જાય છે અને કાયમ માટે કારીગર ઉદ્યોગથી દુર થઈ જાય છે. આવો જ એક વીડિયો અત્યારે સોશ્ય મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઓટેમેટિક મશીન પાસે ઉભો છે અને અચાનક મશીનમાં ખુંપી જાય છે.

વાયરલ વીડિયોમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સામ સામે રખાયેલા મશીનનની વચ્ચે બે માણસ વાતચીત કરી રહ્યા છે. ઓટોમેટિક મશીન હોવાથી કામગીરી ફક્ત મશીનને ધ્યાન રાખવાની છે. ત્યારે એક વ્યક્તિ અચાનક મશીનમાંથી બહાર આવી રહેલી. પ્રોડક્ટને બીજા મશીનમાં નાંખવાનો પ્રયત્ન કરે છે. પ્રોડક્ટ વ્યક્તિના પગમાં એવી વિંટળાઈ જાય છે. અને પ્રોડક્ટની સાથે સાથે વ્યક્તિ પણ ઓટોમેટિક મશીનમાં આખો અંદર ખેંચાય છે. બાજુમાં રહેલો વ્યક્તિ ખેંચાઈ રહેલા વ્યક્તિને પોતાના હાથથી પકડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે પણ મશીન એટલુ શક્તિશાહી છે કે વ્યક્તિ બહાર નથી આવતો અને ફક્ત 3 જ સેંકડમાં આખો વ્યક્તિ મશીનમાં ઘુસી જાય છે. આટલી મોટી ઘટના થઈ રહી છતાં પણ બાજુમાં ઉભેલી વ્યક્તિ ફસાયેલા વ્યક્તિનો હાથ નથી છોડતો અને મજબુતાઈથી હાથ પકડી રાખે છે જેનાથી ફસાયેલા વ્યક્તિનો જીવ નથી જતો. કામદાર મશીનની ઈમરજન્સી સ્વિચથી તેને બંધ કરી દે છે અને બુમાબુમ કરતાં ફસાયેલા વ્યક્તિને અન્ય એક વ્યક્તિની મદદથી બહાર કાઢવામાં આવે છે.

ફસાયેલા વ્યક્તિની મશીનમાંથી બહાર આવ્યો ત્યારે તે ખુબ જ ડરેલો હતો. ફક્ત 3 સેંકડમાં મોત શુ છે તેનો પરચો મળી ગયો. અને કામ કરતાં સમયે બે ધ્યાન રહીએ તો શુ થાય તેનો પણ સબક તેને મળી ગયો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles