ઇગ્લેન્ડનો એક યુવક ગર્લફ્રેન્ડ સાથે કસરત કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનું મોત થઇ ગયુ હતું. Bristol News ના જણાવ્યાં મુજબ ઈંગ્લેન્ડના એક 21 વર્ષના યુવકનું મોત કસરત કરવા દરમિયાન થઈ ગયું. હેનરી નામના યુવકની બહેને આ દર્દનાક કહાની જણાવી. બહેને જણાવ્યું કે તેનો ભાઈ તેની પ્રેમિકા સાથે મોડી રાતે જીમમાં વર્ક આઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ચક્કર ખાઈને પડ્યો અને તેનું મોત થઈ ગયું.
હેનરીને દરેક જણ કોઈ ફિટનેસ ફ્રીક વ્યક્તિ તરીકે જોતા હતા. તે ગમે તેટલો બીઝી કેમ ન હોય પરંતુ અડધી રાતે પણ જીમમાં વર્કઆઉટ કરતો હતો. રાતે જીમમાં જવાનો તેનો શોખ જીવલેણ નીવડ્યો. યુવકની બહેને જણાવ્યું કે તેના ભાઈએ 10 જાન્યુઆરીના રોજ રાતે સાડા દસ વાગ્યાની આસપાસ તેની ગર્લફ્રેન્ડની ફોન કર્યો અને પ્યોર જીમમાં બોલાવી. તેની ગર્લફ્રેન્ડ હોલી પ્યોર જીમમાં તેની સાથે એક્સસાઈઝ કરવા માટે આવી.
બહેને જણાવ્યું કે એક કલાક કસરત કર્યા બાદ તેના ભાઈને ચક્કર આવવા લાગ્યા. ત્યારબાદ તે નીચે પડી ગયો. હેનરી નીચે પડતા જ તેની ગર્લફ્રેન્ડે તરત 999 પર કોલ કર્યો. કોલની 10 મિનિટ બાદ જીમમાં એમ્બ્યુલન્સ આી અને હેનરીને હોસ્પિટલ લઈ ગઈ. જો કે ત્યારે ખુબ મોડું થઈ ગયું હતું. હેનરીનું જીમમાં જ મોત થઈ ચૂક્યું હતું.