મુંબઈના વર્સોવા વિસ્તારમાં રહેતા અભિનેતા બ્રહ્મ મિશ્રાની લાશ તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. મિશ્રાએ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં લલિતનું પાત્ર ભજવ્યું હતું. મિશ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મિશ્રાની લાશ ફ્લેટના બાથરૂમમાંથી મળી આવી હતી. ફ્લેટમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને તેની જાણ કરી હતી. આ પછી જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો તો બાથરૂમમાંથી મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે લાશ સડી રહી હતી. હાલ મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
મિર્ઝાપુરના `મુન્ના શુક્લા` એટલે કે દિવ્યેન્દુ શર્માએ પણ બ્રહ્મા મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર બ્રહ્મા મિશ્રા સાથેનો ફોટો શેર કરતા તેણે લખ્યું, ભગવાન બ્રહ્મા મિશ્રા તમારું ભલું કરે. આપણો લલિત હવે નથી રહ્યો. તમે બધા તેમના માટે પ્રાર્થના કરો. મિર્ઝાપુર સિવાય બ્રહ્મા મિશ્રાએ `કેસરી`, `માઉન્ટેન મેન` અને બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
બ્રહ્મા મિશ્રાએ થોડા દિવસો પહેલા પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. ભોપાલના રહેવાસી બ્રહ્મા મિશ્રાનું બાળપણથી જ એક્ટર બનવાનું સપનું હતું. તેણે 2013માં આવેલી ફિલ્મ ચોર ચોર સુપર ચોરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે અક્ષય કુમારની કેસરીમાં ખુદરાદ ખાનનું પાત્ર પણ ભજવ્યું હતું.