ડુંગળીના ઉત્પાદકો પછી હવે દૂધ ઉત્પાદકોએ પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની માંગ કરી છે. ઓરિસ્સાના દૂધ ઉત્પાદક ખેડૂત હવે દૂધ માટે એમએસપીની માંગ કરી રહ્યા છે, જેને લઇને રાજ્યમાં ડેરીના ખેડૂતોના એક સંગઠને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલયાનને આવેદન આપ્યુ છે.
આવેદન દ્વારા ડેરીના ખેડૂતોએ માંગ રાખી છે કે દૂધ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય 50 રૂપિયા પ્રતિ લીટર હોવુ જોઇએ, જેથી ખેડૂતોને વધુમાં વધુ લાભ મળી શકે. કેન્દ્રીય મંત્રી સંજીવ બાલયાન બે દિવસના ઓરિસ્સાના પ્રવાસે છે. આ દરમિયાન દુગ્ધ ખેડૂત સંઘના અધ્યક્ષ રબી બેહરાએ તેમની સાથે મુલાકાત કરી હતી અને આવેદન આપ્યુ હતુ. પોતાની વાત રાખતા એસોસિએશને કહ્યુ કે રાજ્યના દુગ્ધ ઉત્પાદકોએ આ સુનિશ્ચિત કર્યુ છે કે ભારત વિશ્વ સ્તર પર આ વિસ્તારમાં ટોચનું સ્થાન મેળવે, માટે તેમણે પ્રોત્સાહિત કરવા જોઇએ.
દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે તેમની ઉપજની યોગ્ય કિંમત મળવી જોઇએ જેથી તેમણે લાભ મળી શકે. સાથે જ ખેડૂતોએ માંગ રાખી છે કે તમામ રાષ્ટ્રીય રાજમાર્ગમાં મિલ્ક પાર્લર સ્થાપિત કરવામાં આવે જેથી રોજગારની તક મળી શકે.