spot_img

ખરાબ ફોર્મ છતાં વિરાટ કોહલીએ બનાવ્યો સોશ્યલ મીડિયા પર અનોખો રેકોર્ડ

ભારતીય ટીમ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટમા પોતાના ખરાબ ફોર્મને કારણે હાલમાં આરામ કરી રહ્યો છે. તે આગામી સાઉથ આફ્રિકા સામેની ટી 20 સિરિઝમાં નહી રમે. ક્રિકેટ મેદાનથી થોડો બ્રેક લઈને પણ ફેંસના દિલમાં વિરાટ માટે પ્રેમ ઘટ્યો નથી.

સોશ્યલ મીડિયાય પ્લેટફોર્મ ઈંસ્ટાંગ્રામ પર વિરાટ કોહલીમા ફોલોઅર્સની ધમાકેદાર ગ્રાફ ચાલુ જ છે. કોહલીએ આ પોતના નામ આગળ રેકોર્ડ નોંધાવી દીધો છે. કોહલીના ઈન્સ્ટાંગ્રામ એકાઉંટ પર 20 કરોડ ફોલોઅર્સ સાથે દુનિયાના સૌથી પહેલો ક્રિકેટર થયો છે.

દુનિયાના બીજા સ્પોર્ટ્સ પર્સનીન વાત કરવામાં આવે તો વિરાટ કોહલી આમ તો ત્રીજા સ્થાને આવે છે. દુનિયા ભરમાં ઈન્સ્ટાંગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ સાથે સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો અને તેના પછી ફુટબોલર લિયોનલ મેસી છે. રોનાલ્ડોના 45 કરોડ અને મેસીના 33.4 કરોડ ફોલોઅર્સ છે.

રમત જગતના સૌથી વધારે ફોલોઅર્સ વાળા ખેલાડીઓ

ક્રિસ્ટીઆનો રોનલ્ડો 451 મિલિયન
લિયોનલ મેસ્સી 334 મિલિયન
વિરાટ કોહલી 200 મિલિયન
નેમાર જુનિયર 175 મિલિયન
લેબ્રોન જેમ્સ 123 મિલિયન

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં વિરાટ કોહલી રમતા જોવા મળ્યો હતો. કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી કુલ 16 મેચ રમીને 341 રન બનાવ્યા હતા. 14 મેચમાં ફકત બે વાર જ અડધી સદી ફટકારી હતી. અને ત્રણ વાર ગોલ્ડ ડક પર આઉટ થયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles