શ્રદ્ધા વોલ્કર મર્ડર કેસમાં દિલ્હી પોલીસ ચાર દિવસ સુધી પૂરાવા અને સુરાગની તપાસમાં પહેલાં મહરોલીનાં જંગલની તપાસ કરી અને હવે તપાસ મહરૌલીથી ગુરુગ્રામનાં જંગલ સુધી પહોંચી છે. દિલ્હી પોલીસ બે વખત આફતાબને મહરૌલીનાં જંગલમાં લઇને આવી હતી. તેની બાતમી મુજબજ પોલીસે તપાસ કરી અને 13 હાડકાં શોધી કાઢ્યાં. પણ આ મામલા સાથે જોડાયેલાં ઘણાં પૂરાવા હજુ બાકી છે જેની તપાસ પોલીસ દિલ્હી સહિત દેશનાં પાંચ રાજ્યોમાં કરી રહી છે.
મહત્વનાં છે આ 7 પૂરાવા
આ સનસનાટી ભરેલાં મર્ડર કેસમાં પોલીસ એવી તે ગોથે ચડી છે કે, પોલીસ પાસે કાતિલ છે અને કાતિલનું કબૂલાતનામું પણ, છતાં ઘણાં સવાલોનાં જવાબ હજુ શોધવાનાં બાકી છે. જેમાનાં કેટલાંક મુદ્દા એવાં છે જે અંગે જાણવું જરૂરી છે. જેમ કે
1. ટુકડામાં વહેંચેલી લાશનાં કેટલાં ટુકડાં છે?
2. લાશનાં ટુકડા જેનાંથી કર્યાં તે આરી ક્યાં છે?
3. મર્ડર કર્યું તે સમયે શ્રદ્ધાએ પહેરેલાં કપડાં ક્યાં છે?
4. ઘરમાં લાશ હતી તો ટુકડાં કે ખુનનાં નિશાન?
5. બાથરૂમમાં નાળીમાં કોઇ પૂરાવા છે કે શું?
6. શ્રદ્ધાનો મોબાઇલ ફોન ક્યાં છે?
7. 18 મેથી 5 જૂન સુધી રાતનાં 2થી સવારે 6 વાગ્યા સુધી આફતાબની મોબાઇલ લોકેશન
જંગલમાં ચાર દિવસ, ચૌદ ક્લાક
બસ દિલ્હી પોલીસની સૌથી મોટી તપાસ આ છે, જો આ મળી જશે તો સમજી લેજો કેસ અરિસાની જેમ સ્પષ્ટ થઇ જશે. અને જો નહીં મળે તો ઘણી જ મુશ્કેલીઓ થશે. ચાર દિવસ અને કૂલ 14 કલાકમાં દિલ્હી પોલીસ મહરૌલીનાં જંગલમાં તપાસ કરી ચૂકી છે. જોકે આ જંગલ 35 કિલોમીટરનાં એરિયામાં ફેલાયેલું છે. પણ જંગલમાં વધુ અંદર જવાની પોલીસને જરૂર પડી નથી. કારણ કે આફતાબે જે જગ્યાઓ જણાવી હતી તે જંગલની શરૂઆતમાં જ છે. પોલીસે જંગલમાં કેટલીક ઝાડીઓ કાપી અને કેટલીંક ઝાડીઓમાં દંડો ઘુમાવ્યો. જંગલ હજું ખુંદ્યુ જ છે અને તેમને 13 હાંડકા હાથ લાગી ગયા છે.
ફોરેન્સિંક રિપોર્ટની જોવાઇ રહી છે રાહ
જોકે આ જંગલમાં ઘણાં હાડકાં છે. પણ પહેલી નજરમાં જોઇને એવું લાગે કે આ હાડકાં કોઇ જાનવરનાં છે. હવે પોલીસનાં હાથમાં જે હાડકાં લાગ્યા છે તે જાનવરનાં છે કે પછી શ્રદ્ધાની લાશનાં ટુકડાં છે તે અંગે પોલીસ ફોરેન્સિક રિપોર્ટનો ઇન્તેઝાર કરી રહી છે.
ફક્ત કિચનમાં મળ્યાં છે લોહીનાં નિશાન
જંગલથી દૂર ઘરની અંદર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ માટે ફોરેન્સિક ટીમે આ ઘરનાં ભારે ચક્કર માર્યા છે. જે બાથરૂમમાં શ્રદ્ધાની લાશનાં ટુકડાં કરવામાં આવ્યાં છે ત્યાં તો કંઇ મળ્યું નથી. પણ કિચનમાં એક જગ્યાએ લોહીનાં કેટલાંક ધબ્બા જરૂર મળ્યાં છે. જેનાં પર ફોરેન્સિક એક્સપર્ટે તેનાં નમૂના લીધા છે.
પૂરાવા એકઠાં કરવાં અઘરાં
શ્રદ્ધા મર્ડર કેસનો એક માત્ર આરોપી આફતાબ દિલ્હી પોલીસનાં હાથમાં છે. પોલીસ દરરોજ તેની પૂછપરછ કરે છે. આ કેસની તપાસ આગળ વધી રહી છે. પણ આફતાબ તમામ કબૂલનામા અને બાતમી છતાં પણ પોલીસ માટે આ કેસમાં પૂરાવા ભેગા કરવાં મુશ્કેલ બની રહ્યાં છે. પોલીસને અત્યાર સુધીમાં ન તો શ્રદ્ધાનો મોબાઇલ ફોન મળ્યો છે ન તેનાં કપડાં. અને ન તો જેનાંથી લાશનાં ટુકડાં કર્યા હતાં તે આરી મળી છે. જ્યારે મર્ડરનો આ કેસ ઘટના બન્યાનાં છ મહિના બાદ સામે આવ્યો છે. જેને કારણે હાલમાં આખો કેસ સંપૂર્ણ રીતે સરકમસ્ટેંશિયલ એવિડન્સ એટલે કે પરિસ્થિતિજન્ય સાક્ષ્યનાં આધારે ટકેલો છે.
આફતાબે આપી હતી માહિતી
પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આફતાબે ઘરની તલાશી દરમિયાન કિચનમાં ગેસ સિલેન્ડર રખતા હોઇએ તે જગ્યા પર શ્રદ્ધાની લાશનાં કેટલાંક ટુકડાં રાખ્યાંની જાણકારી આપી હતી. જે બાદ પોલીસની હાજરીમાં ફોરેન્સિક એક્સપર્ટે તેની તપાસ કરી હતી અને ત્યાંથી લોહીનાં નિશાન મળ્યા હતાં.
બેંજિન ટેસ્ટમાં મળ્યાં લોહીનાં ધબ્બા
ફોરેન્સિકં એક્સપર્ટ નરી આંખે જે લોહીનાં ધબ્બાની તપાસ માટે એક ખાસ પ્રકારનો બેંજિન ટેસ્ટ કરે છે. જેમાં તે ધબ્બા પણ દેખાય છે જે સામાન્ય રીતે છુપાયેલાં હોય છે અને આ ધબ્બા આફતાબનાં ઘરનાં રસોડાંમાંથી મળી આવ્યાં છે.