બોલિવૂડની હસ્તીઓ માટે હવે ગુજરાતના લોકેશન હોટફેવરેટ બનતા જઇ રહ્યા છે. મોટી મોટી ફિલ્મી હસ્તીઓ ગુજરાતમાં શૂટિંગ કરવા માટે આવતી હોય છે. ત્યારે આજે બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષીત આજે પાવાગઢ ખાતે ફિલ્મના શૂટિંગ માટે આવી હતી. પોતાની ફેવરેટ હિરોઇન માધુરી દીક્ષીતને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.
ઉલ્લેખનીય છે કે આજે બૉલિવૂડની ધક-ધક ગર્લ માધૂરી દીક્ષિત પાવાગઢ ખાતે ફિલ્મના શૂટિંગ માટે પહોંચી છે. પાવાગઢ ખાતે વહેલી સવારથી હિન્દી ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. પાવાગઢના માંચી તરફ જવાના માર્ગ પર તેમજ રોપ-વે નજીક માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ધક-ધક ગર્લ ત્રણ દિવસ સુધી પોતાની ફિલ્મનું શુટિંગ કરશે. માધુરી દીક્ષિત શૂટિંગ માટે આવી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં તેના ચાહકો પોતાની મનગમતી અભિનેત્રીને જોવા માટે ઉમટી પડ્યા છે. સોમવારથી 24 નવેમ્બર સુધી માધુરી દીક્ષિત પંચમહાલમાં જ રહેશે. આ દરમિયાન તે પાવાગઢના ભદ્રગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવી સાઈટ પર શૂટિંગ કરશે. પાવાગઢ ખાતે માધૂરી દીક્ષિત આવી હોવાના પગલે સ્થાનિક જિલ્લા સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી તેના ચાહકોની અવરજવર વધી ગઈ છે.
આ પહેલાં બૉલિવૂડ અભિનેત્રીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું. માધૂરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિત ત્રિવેદી અને શ્રૂતિ પાઠકનું સૉન્ગ શેર કરીને અમદાવાદના ભરપુર વખાણ કર્યા હતા.