spot_img

શનિની પનોતીને દૂર કરવા રાશી પ્રમાણ અલગ અલગ ઉપાય, જાણો તમારી રાશી અને તેનો ઉપાય

શનિ કુંડળીમાં હોય તો તેનું ફળ ગણી વખત ખરાબ તો ક્યારેક સારું પણ મળતું હોય છે, શનિ કુંડળીમાં બીજા ગ્રહો સાથે કેવી રીતે ગોઠવાયલો છે તે ખાસ અસર કરે છે. ત્યારે ન્યાયના દેવતા શનિદેવ મહારાજ જો કોઈની કુંડળીમાં બેસે તો તે ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી તેમાં બેસે છે. કારણ કે તેમની હિલચાલ ખૂબ જ ધીમી હોય છે અને તે રાશિના વ્યક્તિને અસર કરે છે. શનિદેવ મહારાજની કૃપા મેળવવા માટે દર શનિવારે પૂજા કરવી જોઈએ. શનિદેવ ખૂબ જ ધીરે ધીરે ચાલે છે. તેથી, તેમના ફળ દૂરગામી છે. શનિની કૃપાથી બચવા માટે અલગ-અલગ રાશિ પ્રમાણે અલગ-અલગ ઉપાય કરવા જરૂરી છે.

  • મેષ રાશિ

મેષ રાશિના લોકોએ શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. અને તેઓએ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

  • વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો મંત્ર જાપ કરવાથી જ શનિદેવ મહારાજની કૃપા મેળવી શકે છે. તેના માટે તેમણે દર શનિવારે શનિદેવના મંત્રનો જાપ કરવો પડશે.

  • મિથુન રાશિ

મિથુન રાશિના લોકો પર શનિની અસર વધુ નહીં રહે. તેથી, તેઓએ ફક્ત શનિવારે ૐ શનિશ્ચરાય નમઃનો પાઠ કરવો જોઈએ.

  • કર્ક રાશિ

કર્ક રાશિના લોકો શનિના પ્રકોપથી પરેશાન રહેશે. તેથી, તેઓએ સાત શનિવાર રત્નોનું દાન કરવું પડશે. અને દર શનિવારે શનિદેવના મંદિરે જઈને પૂજા કરવાની રહેશે.

  • સિંહ રાશિ

શનિદેવના પ્રકોપથી બચવા માટે સિંહ રાશિના લોકોએ દરરોજ ૐ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

  • કન્યા રાશિ

કન્યા રાશિના લોકો શનિના પ્રકોપથી બચશે, પરંતુ શનિની કૃપા મેળવવા માટે તેમણે શનિ મંત્રનો જાપ શનિવારના દિવસે કરવો પડશે.

  • તુલા રાશિ

તુલા રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવીને શનિદેવની આરતી કરવી જોઈએ.

  • વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે માળાનો જાપ કરવો પડશે.

  • ધન રાશિ

શનિદેવને પ્રસન્ન કરવા માટે ધન રાશિના જાતકોએ શક્તિવાળા રત્નોને સાત શનિવાર સુધી પાણીમાં પ્રવાહિત કરવા. અને શનિદેવના મંત્રનો જાપ કરો.

  • મકર રાશિ

મકર રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ.

  • કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.

  • મીન રાશિ

મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. તેનાથી બચવા માટે તેઓએ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles