spot_img

“દેશમાં હિન્દુઓ ખતરામાં નથી, પરંતુ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની માનસિકતા ખતરામાં છે”

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ પોતાના વિવાદીત નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. દેશમાં હિન્દુઓ ખતરામાં નથી, પરંતુ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની માનસિકતા ખતરામાં છે. સિંહે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ના વિમોચન સમયે એમ પણ કહ્યું હતું કે ‘હિન્દુત્વ’ શબ્દનો હિન્દુ ધર્મ અને સનાતની પરંપરાઓ સાથે કોઈ સંબંધ નથી.

દિગ્ગી રાજાએ વધુમાં કહ્યુ હતુ કે ‘તેઓ સનાતન ધર્મનો અનુયાયી છે.. હિંદુત્વને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સનાતની પરંપરાઓ સાથે કોઈ લેવાદેવા નથી. આ સનાતની પરંપરાઓથી તદ્દન વિપરીત છે.” દિગ્ગી રાજાએ તો એવો પણ દાવો કર્યો કે “વિનાયક દામોદર સાવરકર કોઈ ધાર્મિક વ્યક્તિ ન હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે તમે ગાયને માતા કેમ માનો છો? તેમણે હિંદુની વ્યાખ્યા કરવા માટે હિંદુત્વ શબ્દ લાવ્યા. આનાથી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા. આરએસએસ અફવાઓ ફેલાવવામાં માહેર છે. હવે તેમને સોશિયલ મીડિયાના રૂપમાં એક મોટું હથિયાર મળ્યું છે.

વધુમાં દિગ્ગીએ કહ્યુ હતુ કે હાલમાં “એવું કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુઓ જોખમમાં છે. મુઘલો અને મુસ્લિમોના 500 વર્ષના શાસનમાં હિંદુ ધર્મનું કંઈ બગડ્યું નહોતું, ખ્રિસ્તીઓના 150 વર્ષના શાસનમાં હિંદુનું કંઈ બગડ્યું નહોતું તો હવે શું ખતરો છે. ખતરો એ માનસિકતા અને વિચારધારાને છે જેણે અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરવાનો સંકલ્પ કર્યો છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles