સોમનાથઃ જાણીતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવીને જાણીતા બનેલા દિલીપ જોષી પરિવાર સાથે સોમનાથ મંદિરે આવ્યા હતા. અહીંયા તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
દિલીપ જોષી પરિવાર સાથે સોમનાથ આવ્યા હતા. તેમણે અહીંયા ભોળેનાથની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
નોંધનીય છે કે તાજેતરમાં જ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના 8 ડિસેમ્બરે નાશિકમાં લગ્ન યોજાયા હતા.