નેતાઓના વીડિયો રોજબરોજ વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ આવો એક વીડિયો વાયરલ થયો છે. હાલમાં જ ગુજકોમાસોલના ચેરમેન દિલિપ સંઘાણી અમરેલીના સાવરકુંડલા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં દિલિપ સંઘાણી વિવિધ યોજનાના ખાતમુહુર્ત કર્યા હતા, આ કાર્યક્રમ દરમિયાન દિલિપ સંઘાણીએ ત્રિકમ જમીનમાં માર્યો અને બહાર ખેંચતાં જ માત્ર હાથો બહાર આવ્યો અને ત્રિકમ જમીનમાં રહી ગયું હતું.
આ ઘટનાબાદ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.