2022ના પહેલાં જ મહિનામાં કાર્સનું વેચાણ વધારવા માટે કંપનીઓ વાહનો પર અધધ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કાર કંપનીઓમાં મારુતિ સુઝુકી થી લઈને ટાટા મોટર્સ , મહિન્દ્રાનો સમાવેશ થાય છે. અમે તમને એવી કાર વિશે જાણકારી આપીશું જે આપને ખુબ જ ફાયદો અપાવશે.
મારુતિ સુઝુકી અલ્ટો પર શું ઑફર છે?
દેશની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને મઘ્યમ વર્ગની કાર તથા વધુ વેચાતી હેચબેક અલ્ટો (મારુતિ સુઝુકી અલ્ટો ડિસ્કાઉન્ટ ઑફર્સ) પર કુલ રૂ. 33,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર આપે છે.મારુતિ અલ્ટો પર ગ્રાહક ઓફર અથવા રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ છે. ગ્રાહકો જૂની કાર એક્સચેન્જ કરવા પર 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. કોર્પોરેટ કર્મચારીઓ વધુ 3,000 રૂપિયાની વધારાની બચત કરી શકે છે. મારુતિ સુઝુકી અલ્ટો માત્ર મારુતિ સુઝુકીની જ નહીં પરંતુ દેશની સૌથી સસ્તી કાર છે. ભારતીય બજારમાં તેની શરૂઆતની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત રૂ. 3.15 લાખ છે, જે તેના ટોપ એન્ડ વેરિઅન્ટ પર રૂ. 4.83 લાખ સુધી જાય છે.
Tata Tiagoની ખરીદી પર કેટલુ ડિસ્કાઉંટ
Tata Motors વર્ષના પહેલાં મહિનામાં તેની Tata Tiago ડિસ્કાઉન્ટ ઑફર્સ પર કુલ રૂ. 28,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. ટિયાગોના પેટ્રોલ મોડલ પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જૂની કારને એક્ચેન્જમાં આપી નવી ટિયાગો ખરીદો તો 15,000 રૂપિયા સુધીનો ફાયદો તમને મળશે. કોર્પોરેટ કર્મચારીઓ કાર ખરીદી કરે તો વધારાનુ 3,000 રૂપિયા તમારા ખિસ્સામાંથી બચી જશે. આ જ પ્રકારની ડિસ્કાઉંટ ઓફર આપને કંપનીની કારના સીએનજી મોડલમાં પણ મળશે.
Mahindra XUV300 કેટલો ફાયદો મળી શકે છે
ડિસ્કાઉંટ આપવામાં મહિન્દ્રા કંપની પણ પાછળ પડી રહી નથી. કંપની તેની સૌથી સસ્તી કાર મહિન્દ્રા xuv 300 પર કુલ 69 હજાર સુધીનું ડિસ્કાઉંટ ઓફર આપી રહી છે. વધુમાં કારના W8 વેરિએંટ પર ગ્રાહકોને 69 હજાર સુધીનું ડિસ્કાઉંટ મળી રહયુ છે. જેમાં કંપની રોકડામાં 30 હજાર સુધીનું ડિસ્કાઉંટ આપી રહી છે, રૂ. 25 હજાર સુધીનુ એક્સચેંજ બોનસ આપી રહી છે અને રૂ. 4000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉંટ આપી રહી છે. વધુમાં કંપની ગ્રાહકો માટે આ જ વેરિએંટ પર પર 10 હજાર સુધીને એક્સેસરી પણ ફ્રીમાં આપી રહી છે.
Mahindra XUV300 ના ડીઝલ મોડલ પર કુલ 34,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. ડીઝલ મોડલ પર રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 25,000 સુધીનું એક્સચેન્જ બોનસ, રૂ. 4,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 5,000ની મફત એસેસરીઝ મળી રહી છે.
XUV300 મહિન્દ્રાની સૌથી સસ્તી કાર છે. Mahindra XUV300ની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.95 લાખ છે.