spot_img

ખોટા સંપર્ક નંબર નોંધાવનાર કોરોના દર્દીઓની પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આરોગ્‍ય વિભાગને જિલ્લા કલેકટરની સૂચના

બેઠકમાં જિલ્લા કલેકટરે જિલ્લામાં 13/01/2022 ના રોજ ૩૩૭ કેસો અને આજે તા. 14 મી જાન્‍યુઆરીએ ૧૮૩ કેસો નોંધાવા પામ્‍યા હતા તેમ જણાવી જિલ્લાના વહીવટીતંત્ર કોરોનાના નિયંત્રણ માટેની થઇ રહેલી કામગીરીની સરાહના કરી હજુ પણ વધુ ઘનિષ્‍ઠ કામગીરી કરવા ઉપર ભાર મૂકયો હતો.

કોરોનાની હાલની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ, દરેક તાલુકામાં ટેસ્‍ટિંગ વધુ ઝડપી કરવા અને પોઝીટીવ આવનાર દર્દીને તુર્ત જ જાણ કરવા અને તેમને હોમઆઇસોલેશનમાં રાખવા અને આ દર્દી અન્‍ય કોઇના સંપર્કમાં ન આવે તે બાબતનું ધ્‍યાન રાખવા સૂચના આપી હતી. આ ઉપરાંત આવા પોઝીટીવ આવેલા દર્દીઓને વધુ સારવારની જરૂર જણાય હોય તો નજીકના PHC કે CHC માં મોકલવાની જરૂરી વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વે કરીને કોરોનાના ટેસ્‍ટ કરીને કોરોનાના દર્દીઓનું ટેસ્‍ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્‍ટની કામગીરી વધુ સઘન બનાવવા, શહેરી વિસ્‍તારોમાં જો દુકાનના માલિકને કોરોના પોઝીટીવ આવે તો આરોગ્‍ય વિભાગે નગરપાલિકા સાથે સંકલન કરી આ દુકાન સાત દિવસ માટે બંધ કરાવવાની રહેશે, જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવા માટે આરોગ્‍ય વિભાગને કલેકટરે જણાવ્‍યું હતું.

આ ઉપરાંત જે સરકારી કચેરીઓમાં પોઝીટીવ કેસો નોંધાય તે કચેરીઓને સેનેટાઇઝ કરીને કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના ટેસ્‍ટીંગ કરાવવા જણાવ્‍યું હતું. કોરોનાના કેસો જે વિસ્‍તારમાં આવે તે વિસ્‍તારને હાઇ રીસ્‍ક અને લો રીસ્‍ક મુજબ કન્‍ટેમેન્‍ટ ઝોન નક્કી કરી જે તે વિસ્‍તાર અથવા વ્‍યકિતઓને કવોરોન્‍ટાઇન કરવાની કામગીરી કરવા માટે આરોગ્‍યતંત્રને કલેકટરે ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું.

જે વ્‍યકિતઓ કોરોનાના ટેસ્‍ટીંગમાં પોઝીટીવ આવ્‍યા હોય અને સ્‍થળાંતર કરી ગયા હોય તેવા વ્‍યકિતઓને જયાં સ્‍થળાંતર થયા હોય તે વિસ્‍તારના તાલુકાના આરોગ્‍ય અધિકારીને જાણ કરવાની રહેશે જેથી જે તે વિસ્‍તારમાં કોરોનાનો ફેલાવો થતો અટકાવી શકાય આ ઉપરાંત જે વ્‍યકિતઓ કોરોના પોઝીટીવ આવ્‍યા હોય અને તેમણે જે સંપર્ક મોબાઇલ નંબર નોંધણી કરાવેલ હોય તે નંબર પર તેઓ કોન્‍ટેક કરતાં મળતા ન હોઇ તો આવા વ્‍યકિતઓના નંબરો જે તે સંબધિત પોલીસ સ્‍ટેશનમાં આપી દેવા જોઇએ જેથી આવા વ્‍યકિતઓને પોલીસ વિભાગ દ્વારા સંપર્ક કરીને તેને કવોરોન્‍ટાઇન કરી શકાય.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ર્ડા. અનિલ પટેલ, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ નિલેશ કુકડીયા, કેતુલ ઇટાલીયા અને અનડુ ગોવિંદન, સીવીલના ડો. પ્રીતેશ અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા. સીવીલ સર્જન ભાવેશ ગોયાણી, તાલુકાના હેલ્‍થ ઓફિસરો અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્‍યુઅલી બેઠકમાં જોડાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles