spot_img

દિવાળી પર જૂના જીન્સનો કેવી રીતે ઉપયોગ કરશો ?

આજના સમયમાં યુવાનો હોય કે વૃદ્ઘ જીન્સ તો એક ફેશન બની ગયુ છે. તમામ વ્યક્તિ જીન્સ પહેરેલાં સતત દેખાઈ આવે છે. પણ તમામ લોકો ત્યાર સુધી જ જીન્સ પહેરે છે જ્યાર સુધી નવુ હોય. જેવુ જુનુ થાય એટલે તેને તિજોરીમાં
ઘુસાડી દઈએ છીએ, જો કે ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે આપણે આ જીન્સનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આપણે આ જુના જીન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો જાણીએ જુના જીન્સનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ.

1. ઘરના દરવાજા પાસે બાથરૂમ બહાર અને બાકી જગ્યાઓ પર ડોરમેટ બજારમાંથી ખરીદીને લાવીએ છીએ, પરંતુ જો આપ ઈચ્છો તો આપ જુના જીન્સમાંથી આ ડોરમેટ્સ તૈયાર કરી શકો છો. આના માટે તમારે પહેલાં જીન્સની પતલી અને લાંબી પટ્ટીઓ કાપી લેવી પડશે. બાદમાં તમામ પટ્ટીઓને એક સાથે જોડીને સોયદોરાની મદદથી સિવી લેશો એટલે આપના ડોરમેટ તૈયાર થઈ જશે.

પ્રતિકાત્મક તસવીર

 

2.જીન્સના કપડાંથી તમે કિચનની સફાઈ ઘરની સફાઈ પણ કરી શકો છો જુની જીન્સને જરૂરીયાત પ્રમાણે કાતરથી કાપી લેવુ. ધ્યાન રાખશો કાપડ મોટુ હોવુ જરૂરી છે નહી તો સાફસફાઈ દરમિયાન આપને તકલીફ પડશે. મોટા કપડાને ચારે બાજુથી સિવી લેવુ બસ હવે એ કપડાંથી સફાઈ ચાલુ કરી દો.

પ્રતિકાત્મક તસવીર

3.જૂના જીન્સથી તમે બાળકોની બેગ્સ પણ તૈયાર કરી શકો છો, આ બેગ ખુબ જ મજબુત બનશે બીજી ઘણી વસ્તુઓ માટે બેગ કામ આવશે. શાકભાજી, કરિયાણુ અન્ય વસ્તુઓ માટે બેગનો ઉપયોગ થઈ શકે છે .

પ્રતિકાત્મક તસવીર

4. આપ જુના જીન્સથી તમારી માટે શોટ્સ પણ તૈયાર કરી શકો છો, જીન્સને ઘુંટણ આસપાસ માપમાં જીન્સને કાપી લેવુ. અને પછી કેટલીક સારી ડિઝાઈન અને સારા લૂક માટે નિચેના ભાગને કંઈક અલગ પ્રકારે સિલાય કરી લેશો એટલે આપના શોટ્સ તૈયાર

પ્રતિકાત્મક તસવીર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles