હાલમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને લોકો ઠંડીના કારણે અનેક સમસ્યાઓનો સામાનો કરી રહ્યા છે, તો બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતાં અનેક રોગમાં પણ વધારો થયો છે, હાલમાં મોટાભાગના ઘરોમાં શરદી ઉધરસ અને તાવના કેસ છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પણ પીક પર ચાલી રહી છે. ત્યારે આવી કપરી સ્થિતિમાં પોતાને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારે અમે તમને જણાવીશું કેવી રતી ઘરે રહીને સામાન્ય કસરત કરીને સ્વસ્થ રહી શકાય છે.
- પુશ અપ્સ:
આપણા શરીરને ફિટ રાખવા ઉપરાંત મસલ્સને મજબૂત બનાવવા માટે પુશ અપ્સ ઉત્તમ વર્કઆઉટ છે. આ પેટને સ્લિમ રાખે છે, ખભા મજબૂત બનાવે છે.
- દોરી કૂદવી:
સ્કિપિંગ એટલે કે રસ્સી કૂદવી એ ફિટ રહેવા માટે સરળ અને ફાયદાકારક વર્કઆઉટ છે. વિન્ટરમાં આ વર્કઆઉટ ઘરમાં સરળતાથી કરી શકાય છે. એક દિવસમાં 150થી 200 દોરડા કૂદવા પૂરતા છે.
- ક્રન્ચીઝ:
ક્રન્ચીઝ કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. આ કસરતથી પેટની માંસપેશીઓ મજબૂત બને છે. આ સાથે શરીર ફ્લેક્સીબલ બને છે. તે કમરની ચરબી ઘટાડવામાં ફાયદાકારક છે.
- માઉન્ટેન ક્લાઈમ્બર:
બીજી ઋતુની સરખામણીએ શિયાળામાં ખાણીપીણીનો આનંદ ઉઠાવવો એટલો મોંઘો નથી પડતો! પણ ખોરાક વધી જવાના લીધે આપણું વજન ઝડપથી વધવા લાગે છે. એવામાં માઉન્ટેન ક્લાઈમ્બર એક અદભુત એક્સરસાઈઝ છે.
- રનિંગ:
વોકિંગ અને રનિંગ સૌથી બેઝિક વર્કઆઉટ માનવામાં આવે છે. આ જેટલા સરળ છે તેટલા જ ફાયદા પણ કરે છે. રનિંગ કરવાથી આપણી ઓવરઓલ બોડી ફિટ રહે છે. આ શરીરની માંસપેશીઓ ઉપરાંત હૃદય, પેટ સહિત અન્ય અંગોને ફાયદો કરે છે.
- સ્વિમિંગ:
સ્વિમિંગને સંપૂર્ણ એક્સરસાઈઝ માનવામાં આવે છે, સ્વિમિંગથી વજન નિયંત્રિત રહે છે, સાથે એક્સ્ટ્રા કેલરી પણ બર્ન થાય છે. નિયમિત સ્વિમિંગ કરવાથી કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે છે અને બ્લડ શુગર લેવલ પણ બેલેન્સ રહે છે. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી સ્વિમિંગ કરવાનું ટાળી પણ શકાય છે.