ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો પૂજા, તપ, કિર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. રોજ સવારે અને સાંજે નિયમિત પણ ભગવાનનું સ્મરણ કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ઘી આવે છે. પૂજા કરતાં સમયે ફળ, ફુ, ધૂપ, દિવા, તેલ, જળ, અન્ય વસ્તુઓનો આપણે ઉપયોગ કરતાં આવ્યા છીએ. સાથે ઘંટડી વગાડીને પણ ભગવાનની સ્તુતિ કરી છીએ. આરતી કર્યા બાદ શંખ પણ વગાડવામાં આવે છે. પરંતુ આપને ખ્યાલ છે કે શંખ વગાડવાથી શુ ફાયદાઓ થાય છે. મંદિરમાં શંખ શા માટે રાખવામાં આવે છે.
શંખ
શાસ્ત્રોમા લખ્યુ છે કે, સમુદ્ર મંથન સમયે 14 રત્નોની પ્રાપ્ત થયા હતા. એમાંનુ એક રત્ન શંખ હતો. માતા લક્ષ્મી સાથે શંખની ઉત્પત્તી થઈ હતી. એટલે શંખને લક્ષ્મીજીનો અનુજ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યાં શંખ વસે છે, ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ હોય છે. એટલા કારણે જ ઘણાં ઘરોમાં પૂજા ગૃહમાં શંખ પણ રાખવામાં આવે છે. બીજી તરફ વૈજ્ઞાનિકર કારણથી જોઈએ તો શંખનાદથી વાતાવરણમાં વ્યાપેલી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. સાથે સાથે આસુરી શક્તિઓ પણ દુર રહે છે.
પૂજા ગૃહમાં કઈ રીતે રાખવો જોઈએ શંખ
જ્યોતિષ અને પંડિતોના કહેવા પ્રમાણે શંખને હંમેશા જળ એટલે કે પાણીથી ભરેલો રાખવો જોઈએ. બીજા દિવસે શંખના પાણીએ આખા ઘરમાં છંટકાવ કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારત્મક્તાઓ દુર થઈ જાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર શરૂ થઈ જાય છે. શંખને ઘરમાં હંમેશા દક્ષિણાવર્તી રાખવો જોઈએ.
શા માટે વગાડવામાં આવે છે શંખ
ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત અન્ય દેવી દેવતાઓ પણ પોતાના હાથમાં શખ ધારણ કરેલા છે. ઉપરાંત શંખ ભગવાન નારાયણને પણ અતિપ્રિય છે. એટલા માટે જ જ્યારે પણ શ્રી હરિવિષ્ણુની પૂજા થાય છે. ત્યારે શંખ ફરજિયાત રણકારવામાં આવે છે. સત્યનારાયણ કથામાં પણ શંખનો રણકાર કરાય છે. એવું પણ કહેવાય છે, કે શંખ લક્ષ્મીજીનો ભાઈ હોવાથી શંખ રણકાર થાય એટલે અવશ્ય લક્ષ્મીજી પધારે છે.