spot_img

શું તમે પણ તમારી પત્ની કે પતિ સાથે આવું વર્તન કરો છો તો ચેતી જજો…

કોઈપણ સંબંધ હોય તેમાં ઉતાર ચઢાવ તો આવતા રહે છે. પરંતુ આજે વાત કરીએ છીએ તે છે પતિ પત્નીના સબંધની. ઘણીવાર અમુક નાની નાની બાબતોથી દંપત્તિઓ વચ્ચે એવો સમય આવી જાય છે કે તેઓ એકબીજાને છોડવા માટે તૈયાર થઈ જાય છે.

પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસના તાંતણે તણાયેલો છે, બંનેને જીવનભર સાથે રહેવા અગ્નિના સાક્ષી હોય છે, પરંતુ દરેકને સમજવાની પણ જરૂર છે. અન્ય સુખી દામ્પત્ય જીવન જીવતા પતિ-પત્ની હંમેશા વાતચીતને જ તેમના સંબંધોનો મુખ્ય આધાર માને છે તેનું આ પણ એક કારણ છે.ઘણીવાર ગેરસમજને દૂર ન કરવાને કારણે ઘણા સંબંધો તૂટવાની અણી પર આવી જાય છે. જો તમે પણ આ પ્રકારે તમારા પતિ કે પત્ની સાથે વર્તન કરો છો તો ચેતી જજો

પતિ કે પત્ની એકબીજા પર આરોપો લગાવવા
કોઈને પણ વારંવાર દોષિત બનતા જોવાનું અને બીજાના મેણાંટોણા સાંભળવાનું ગમતાં નથી. જો તમે નાની નાની બાબતોમાં તમારા પાર્ટનરને બિનજરૂરી ટોક્યા કરશો અથવા આરોપો લગાવશો તો તમારા પાર્ટનરની નજરમાંથી તમે ઉતરી જશો.અને તમારાથી દૂર જવાનું પસંદ કરશે. મારી કે તમારી ભુલ, શા માટે આવુ કરો છો, આ પ્રકારે ટોક્યા કરતાં પ્રેમથી તમારા પાર્ટનરને સમજાવો અને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરો. એકબીજાને શુ ગમે છે તે જાણીને તે પ્રકારે વર્તન કરવાની શરૂઆત કરો.

હિસાબ રાખવો
જ્યારે તમે તમારા પતિ કે પત્ની માટે કંઈપણ કામ કરો છો, તો તે કામગીરીને તમારા પાર્ટનર સમક્ષ બોલીને એવુ ન દર્શાવો કે તમે એમના માટે કંઈ કંઈ કર્યુ છે. જો તમે આ કરો છો તો તેનો અર્થ એ કે તમે તમારા પોતાના ફાયદા માટે કરી રહ્યા છો. સ્વસ્થ અને સુખી દાંપત્ય જીવનમાં હરીફાઈ માટે કોઈ અવકાશ નથી. તેથી તમારા આ વલણને સુધારવાનો પ્રયાસ કરો જેથી તમારા સંબંધોમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે.

આપનો પ્રેમ
સંબંધોમાં મીઠાશ રહે તે માટે તમે તમારી ઈચ્છાઓ કે ઈચ્છાઓ પર ધ્યાન ન આપો. તમારી ઈચ્છાને બાજુમાં મુકી તમારા જીવનસાથીની ઈચ્છાઓ પણ ધ્યાનમાં લો. જો તમે ફક્ત તમારા વિશે જ વિચારો છો, તો તમે તમારા જીવનસાથીના હૃદયમાં તે સ્થાન ગુમાવશો, જે પતિ-પત્નીને એકબીજાની નજીક લાવે છે.

કોઈ ફર્ક નથી પડતો તેવું વર્તન બંધ કરો
પતિ પત્નીના સબંધમાં જ્યારે પણ ‘મને કોઈ ફર્ક પડતો ‘વાક્ય આવે એટલે ત્યાંથી બંન્નેના સબંધમાં એક પ્રકારની દુરતા આવવા લાગે છે. તમારો પાર્ટનર પણ તમારાથી દૂર થવા લાગે છે. સંબંધોને લાંબા ગાળે મજબૂત અને ખુશ રાખવા માટે, તમારા બંનેએ એકબીજા સાથે સ્વસ્થ વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. આ એટલા માટે પણ છે કારણ કે વાત કરવાથી માત્ર ગેરસમજ જ દૂર નથી થતી પરંતુ સંબંધ પણ મજબૂત બને છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles