ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે અને તેમને મોનોક્લોનલ એન્ટી-બોડી કોકટેલ થેરાપી આપવામાં આવી રહી છે.કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે ભૂતપૂર્વ ભારતીય સુકાનીની સ્થિતિ હાલમાં સ્થિર છે.
BCCIના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીને 27 ડિસેમ્બરના રોજ મોડી સાંજે કોવિડ પોઝિટિવ સ્ટેટસ સાથે વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે મંગળવારે તેના આરોગ્ય બુલેટિનમાં માહિતી આપી હતી.
તેમને તે જ રાત્રે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ થેરાપી આપવામાં આવી હતી અને હાલમાં તે સ્ટેબલ છે. ઉલ્લેખનીય છે કે ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હૃદય સંબંધી કેટલીક સમસ્યાઓ બાદ તેમની ઇમરજન્સી એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી