બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન ઘણા સમયથી પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસને લઈને ચર્ચામાં છે. દરમિયાન, શાહરૂખના દિલ્હી જવાના સમાચાર શનિવારે સામે આવ્યા, બાદ કિંગ ખાન રવિવારે (7 ઓક્ટોબર) મુંબઈ પાછો ફર્યો, જોકે શાહરૂખ પાપારાઝીથી છુપાઈને જતો નજરે પડ્યો હતો.
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. કેટલાક પાપારાઝીઓએ પણ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટના કાલીના ટર્મિનલનો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યાં એક માણસ છત્રીની મદદથી પાપારાઝીને ટાળીને પોતાની કારમાં બેઠો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે.
શાહરૂખ ખાનનો આ કથિત વીડિયો વાયરલ થયા બાદ શાહરૂખના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે પુત્ર આર્યનને કારણે શાહરૂખ ખાન પોતાનો ચહેરો નથી બતાવી રહ્યો, જ્યારે ચાહકોનું કહેવું છે કે કિંગ ખાને તેની ફિલ્મનો લુક છુપાવવા માટે આવું કર્યું છે.
શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી શાહરૂખ આજ સુધી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે, શાહરૂખ ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. આ સાથે શાહરૂખ ખાનના ખાતામાં એટલીની એક ફિલ્મ પણ છે.