ઘરમાં સુખ સમૃદ્ધિ રહે અને શાંતિ જળવાય એ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવાયા છે. સૂતા પહેલા તમારા બેડરૂમમાં કપૂરનો ધુમાડો કરો. આ ધુમાડો ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યો વચ્ચે સારા સંબંધો બને છે. સુતા પહેલા ઘરની મહિલાએ ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દિપ પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. બીજી તરફ, જો તમે દીવો પ્રગટાવી શકતા નથી, તો તે દિશામાં બલ્બ રાખો.
રાત્રે ક્યારેય પણ ઘરમાં વેરવિખેર વસ્તુઓ ન મુકો. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. ઘરમાં નકારાત્મકતા આવે છે. ઘરના વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓ પોતાના માતા-પિતા અને સાસરિયાઓનું સન્માન કરે છે ત્યાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે. સવારની શરૂઆત શિવલિંગને જળ અર્પણ કરીને કરી શકાય છે. સોમવાર ફાઇનાન્સમાં કામ કરવા અને નવી કારકિર્દી શરૂ કરવા માટે શુભ દિવસ છે. જો તમે યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરવામાં મૂંઝવણમાં છો, તો તમે તેના માટે જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો અપનાવી શકો છો. સોમવારે સફેદ કપડાં પહેરો અને કાળા રંગથી દૂર રહો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ રંગ તમારા માટે સૌભાગ્ય લાવે છે.