તમામના લગ્નજીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા રહે છે. જોકે, કેટલીક એવી વાતો હોય છે જેને નજરઅંદાજ કરવી જોઇએ નહી તો બાદમાં પસ્તાવું પડે છે. જો તમે આ પ્રકારની વાતોને નજરઅંદાજ કરો છો તો સંબંધો તૂટી જાય છે પણ જો સમયસર તેના પર ધ્યાન આપવામાં આવે તો લગ્નજીવન સુખી રહે છે.
એક પતિ-પત્નીના સંબંધોમાં ખૂબ જરૂરી હોય છે તે એક સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે. પરિવારની જવાબદારીઓ વચ્ચે લાઇફ પાર્ટનર્સ એકબીજાની સાથે સમય પસાર કરે. પરંતુ જો તમારો પાર્ટનર એમ નથી કરી રહ્યો તો તમારે સીરિયસ થવાની જરૂર છે. ક્યારેક ક્યારેક કામના ભારણથી એમ ના થાય તો એ નોર્મલ વાત છે પણ જો સતત એમ થાય તો તેનાથી ચેતી જવું પડે.
અનેકવાર તમે જોયું હશે કે એક સમય બાદ પતિ અને પત્નીમાં કોઇ એક સંબંધમાં કંટાળી જાય છે. જો તમારા લાઇફ પાર્ટનર સાથે એવું ફિલ થાય તો એ નાની વાત નથી. જો તમારું લાઇફ પાર્ટનર એવો અનુભવ કરે તો તમારે સંબંધો પર ધ્યાન આપવાની જરૂર છે.
લગ્ન જીવનમાં જ્યારે પતિ-પત્ની એકબીજાની વાતો સાંભળે અને સમજે ચે. ત્યારે એ સંબંધો મધુર બને છે. પરંતુ જો તેની વાતોમાં તમારુ સન્માન ખત્મ થઇ જાય અથવા પાર્ટનરને તેનાથી કોઇ ફેર ના પડે તો જરૂર સીરિયસ વાત છે આ. જો તમારું પાર્ટનર તમને પ્રેમ કરતું હશે તો તમારી વાત પર ધ્યાન આપશે. પરંતુ જો એમ કરવાનું તે બંધ કરશે તો સાથીના વર્તનમાં આવેલા ફેરફારનું કારણ શોધો ક્યાંક તમારાથી તે દૂર તો નથી જઇ રહ્યા.
અનેક લગ્ન તૂટવા પાછળનું કારણે કોઇ ત્રીજાની એન્ટ્રી જવાબદાર હોય છે. એક સંબંધમાં અનેક ફેરફાર આવે છે પરંતુ સાથીનું વર્તન તમારા પ્રત્યે બદલાઇ જાય સીરિયસ થવાની જરૂર છે. એ વાતમાં કોઇ શંકા નથી કે અલગ અલગ પરિસ્થિતિઓના કારણે લાઇફમાં ઘણુ બધુ થાય છે અને તેની અસર તમારા સંબંધ પર પડતી હોય છે. પણ અચાનક તમારો સાથી અન્ય લોકોની પ્રશંસા કરવા લાગે તો સમજી જવું કે તમારા સંબંધમાં કોઇ સમસ્યા છે. એવામાં તમારા સાથી સાથે તરત આ અંગે ચર્ચા કરો.