બે વર્ષના બાળક સાથે ઘરમાં રહેનારી આયાનો હ્રદય દ્વાવક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે ભુખથી બાળક રડી રહ્યુ છે. ત્યારે આયા તેને મોઢા પર ખેંચીને થપ્પડ ઝીંકે છે, અને પછી પીઠ અને પેટ પર ધનાધન મુક્કા મારે છે. આયાની હૈવાનિયત અહીંયા સુધીમાં રોકોઈ નથી જતી. આયા બાળકના વાળ ખેચીને બાળકને મારી રહી છે. તો બેડ પર બેઠેલા બાળકને ગળાના ભાગેથી પકડીને બેડ પર પટકી રહી છે.
🔸 सावधान रहें….
🔸जो माता पिता अपने बच्चों को आया बाई के भरोसे छोड़ जाते है ,ये वीडियो आया बाई का थर्ड डिग्री अत्याचार, 2 साल के बच्चे से हैवानियत की तस्वीर सीसीटीवी में कैद, पुलिस ने भेजा जेल, हालाकि इस महिला को और भी ज्यादा सख्त सजा मिलना चाहिए pic.twitter.com/C2FGuX6EeW— Ankit Rajak (@Repoterankit) June 14, 2022
બાળકને મારમારવાનો વીડિયો જબલપુરથી આવ્યો છે. વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આરોપી મહિલા સામે ફરિયાદ નોંધી તેને જેલ ભેગી કરી કાઢી છે. માઢોતાલ પોલીસ સ્ટેશનમાં વિજળી ખાતામાં કામ કરતાં એન્જિનિયરે ફરિયાદ નોંધાવી. તેઓ અને તેમની પત્નિ સરકારી નોકરી કરે છે. છેલ્લા એક મહિનાથી તેમનો દિકરો ઉદાસ રહેતો હતો. સારી રીતે જમતો પણ નહોતો. માતા પિતા દિકરાને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી તો તેમણે કહ્યુ બાળકના પેટમાં ઈન્ફેક્શન થયુ છે. ડોક્ટરે ઈન્ફેક્શન થવાનું કારણ જણાવ્યુ કે તેને તમાકુ ગુટકા અને ખરાબ ભોજનથી ઈન્ફેક્શન થઈ ગયુ છે.
માતા પિતા અચંબિત થઈ ગયા, પોતાના બાળકને આ પ્રકારે અચાનક ઈન્ફેક્શન થવાનું કારણ શુ હશે તે ચેક કરવા માટે તેમણે પોતાના ઘરમાં લાગેલા સીસીટીવી ચેક કર્યા તેમની પગની નીચેથી જમીન સરકી ગઈ હતી. સીસીટીવીમાં માતાપિતા દ્વારા કામ પર રખાયેલી આયા દ્વારા પોતાના બાળક પર આટલી ક્રુરતા જોવા મળી. જેને જોઈને તુરંત માતાપિતા એ પોલીસ સ્ટેશનમાં વીડિયો દેખાડીને આયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસ ફરિયાદના આધારે આયાને જેલ ભેગી કરી દેવાઈ.