ભારતમાં સૌથી મોટી સરકારી વાહન વ્હવહાર રેલવે વિભાગ કહેવાય છે. દેશમાં એક જગ્યાથી બીજા સ્થાનો પર જવા માટે સૌથી વધારે લોકો રેલવેનો જ ઉપયોગ કરે છે. જો કે ઘણીવાર જલ્દી જલ્દીમાં કોઈને કોઈ કારણસર ટ્રેનોમાં કિંમતી વસ્તુઓ જેવી કે રોકડ, લેપટોપ, મોબાઈલ અને અન્ય ઘણાં મહત્વપૂર્ણ વસ્તુ ભુલી જાય છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે મુસાફરો સામાન્ય રીતે હફળાં ફાંફળા થઈ જાય છે. જો કે રેલવેએ હવે એવી વ્યવસ્થા ઉભી કરી છે. જેનાથી મુસાફરો ઘણી મદદ આવશે.
ભારતના રેલવે વિભાગે ખોવાયેલો સામાન શોધવા માટે ” મિશન અમાનત” શરૂ કર્યુ છે. આ મિશનમાં પશ્ચિમ વિભાગના રેલવેના મુસાફરો તેમના ખોવાયેલા સમાનને ટ્રેક કરી શકાય. આ મિશન હેઠળ તેમનો ખોલાયેલો સમાના પણ તેમને પરત મળી જશે. રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે વિભાગ પોતાની સત્તાવાર વેબસાઈટ પર ટ્રેનમાં રહી ગયેલો સામાના ફોટોગ્રાફ પોતાની સાઈટ પર મુકશે. જેનાથી મુસાફર પોતાના સામાનની ઓળખ કરી શકે છે.
લવે પ્રોટેક્શન ફોર્સ મુસાફરોની તેમજ તેમના સામાનની સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. RPFએ આ દિશામાં મિશન અમાનત શરૂ કરી છે. જેના કારણે મુસાફરોનો સામાન ખોવાઈ જાય તો તે ખૂબ જ સરળતાથી મળી જશે.
જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે, તો તમે પશ્ચિમ રેલવેની મદદથી તમારો સામાન પરત મેળવી શકો છો. વાસ્તવમાં, આ મિશનમાં, રેલવે જીઆરપી અને આરપીએફની મદદથી, ખોવાયેલો સામાન મુસાફરોને સોંપવામાં આવી રહ્યો છે. આ માટે, પશ્ચિમ રેલવેની વેબસાઇટના ડિવિઝન વિભાગમાં જઈને, મુંબઈ સેન્ટ્રલ વિકલ્પ પર ક્લિક કરો.