ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાન પોતાના ઘરે મન્નત પણ પહોંચી ગયો છે. જોકે ઘરે પહોંચ્યા બાદ 24 જ કલાકમાં આર્યન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની ડીપી બદલી નાંખી છે અને તેને લઈને ચાહકોમાં તર્ક વિતર્ક થઈ રહ્ય છે. આર્યને પોતાની તસવીરને ડીપીમાંથી હટાવી દીધી છે અને તેની જગ્યાએ હવે માત્ર વ્હાઈટ બેકગ્રાઉન્ડ નજરે પડી રહ્યુ છે. આ સાથે જ કેટલીક જુની પોસ્ટો પણ આર્યને ડિલિટ કરી નાંખી છે. આવુ કરવા પાછળનુ કારણ શું તે કોઈને હજી સમજમાં આવી રહ્યુ નથી.
મીડીયા રિપોર્ટ પ્રમાણે આર્યન ખાનની જેલમાં ત્રણ સપ્તાહ સુધી રહેવાના કારણે કેટલાક કેદીઓ સાથે ઓળખાણ થઈ છે અને આર્યન તેમના પરિવારજનોને આર્થિક મદદ કરવાનો તેમજ કેદીઓને તેમના કેસ લડવા માટે પણ સહાયતા કરવાનો વાયદો કર્યો છે. આર્યન જેલમાંથી બહાર નિકળ્યો તે પહેલા કેટલાક કેદીઓને ભેટી પણ પડ્યો હતો.
હાલમાં તો શાહરુખ ખાન અને ગૌરી ખાન આર્યન સાથે મન્નતમાં સમય પસાર કરી રહ્યા છે. આર્યનના ઘરે આવ્યા બાદ શાહરુખ ખાન પણ ઘરમાંથી બહાર નિકળતો દેખાયો નથી.