ગુજરાતમાં (Gujarat) દારૂ બંધી છે. પોલીસ અવારનવાર દારૂ પણ ઝડપી પાડે છે. હવે તો અન્ય એજન્સીઓ દારૂ કરતાં પણ ખતરનાક એવા ડ્રગ્સના કંન્સાઈનમેંટ ઝડપવા લાગી છે. આજે ફરીવાર ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના ષડયંત્ર સાથે પાકિસ્તાની (Pakistan) બોટમાંથી 77 કિલો ડ્રગ (Drug) ઝડપી પાડ્યુ છે. ડ્રગની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 400 કરોડની છે.
11 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જતાં ફોન પર અધધ ડિસ્કાઉંટ મળી રહ્યુ છે
400 करोड़ के हेरोइन के साथ 6 पाकिस्तानी पकड़े गए है। @IndiaCoastGuard द्वारा सभी हैंडलर्स को जखौ लाया गया।@sanghaviharsh @himanshu_rewa @GujaratPolice pic.twitter.com/Wep2V5iuzC
— Janak Dave (@dave_janak) December 20, 2021
Gujarat ATS અને Indian Coast Guard ના સંયુક્ત ઓપરેશને ગુજરાતના યુવાનોની બરબાદીના આ સામનને ઝડપી પાડ્યુ છે. કચ્છના જખૌ દરિયાકિનારામાંથી એટીએસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી શરૂકરી હતી. જેમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ પણ જોડાયુ હતુ. જખૌ દરિયાકિનારામાં અલ હુસૈન નામની બોટમાં ડ્રગ હોવાની બાતમી મળતા ઓપરેશન ચાલુ કરાયુ હતુ. બંન્ને ટીમની સંયુક્ત કામગીરીથી બોટમાંથી 77 કિલો ડ્રગ ઝડપાયુ છે.
અલ હુસૈની નામની બોટ હતી. જેમાં બાતમી આધારે રેડ પડાઈ હતી. અને સર્ચ કરાયુ હતુ. જેમાંથી 400 કરોડ રૂપિયાનું ડ્રગ પકડાયુ છે. ઉપરાંત જખૌ દરિયાકિનારા પાસે પણ સંયુક્ત પણે સર્ચ કરતાં 6 પાકિસ્તાની નાગરીકો ઝડપાયા છે. જેમને શંકાના આધારે અટકાયત કરાઈ છે. અત્યારે તેમની પૂછપરછ પણ કરાઈ રહી છે. ડ્રગ ક્યાંથી લવાયુ અને ક્યાં મોકલવાનું હતુ. ડ્રગ કોને મંગાવ્યુ હતુ. જેનાથી આરોપીઓની મૂળ સુધી પહોંચી શકાય.
ઓમિક્રોનના કારણે ભારતમાં આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ઉલ્લેખનીય છે કે 2015 થી લઈને 2021 પાંચ વર્ષમાં એટીએસની કામગીરી અદ્ભુત રહી છે. છેલ્લા 5 વર્ષમાં 1323 કરોડ 27 લાખ 90 હજાર 941 રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાતના આવા અધિકારીએ ટેરર મોડલની સાથે સાથે ડ્રગ્સના દૂષણને ખતમ કરવાનું પણ બીડુ ઝડપ્યુ છે.