આજના સમયની ઝડપી અને બદલાયેલી જીવનશૈલીના કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા ખુબ જોવા મળે છે. પુરુષ હોય કે સ્ત્રી ઈન્ફર્ટિલિટીના કારણે માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ખાણી પીણીમાં થોડા ફેરફાર કરવાથી તમે ઈન્ફર્ટિલિટીની સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. કેટલીક વસ્તુઓ ખાવાથી તમારી આ ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
સરગવાની સિંગ એક સુપરફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે જે જૂની બીમારીઓને દૂર કરી શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક.
સરગવાની સિંગમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક હોય છે જે મહિલાઓની ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડ્રમસ્ટિક એટલે કે સરગવાની સિંગમાં ટેરિગોસ્પર્મિન નામનું તત્વ હોય છે જે શુક્રાણુઓની સંખ્યા વધારવા અને તેની ગતિશિલતા જાળવી રાખવામાં મદદ કરે છે.
અમેરિકન જર્નલ ઓફ ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સરગવાની સિંગ કામેચ્છા વધારવામાં અને પરફોર્મન્સ સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સુધારો કરવા, મર્દાનગી વધારવામાં પણ મદદ કરે છે.