સૌથી વધુ માઈલેજ આપતુ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનો(Electric vehicles)ની માંગ વધી રહી છે. ભારતમાં ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (EV Charging Infrastructure) તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનો(Electric vehicles)ની માંગ વધી રહી છે. ભારતમાં ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (EV Charging Infrastructure) તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રમુખ વાહન નિર્માતા કંપનીઓ ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરી રહી છે અને નવા મોડેલ બનાવી રહી છે.
ઓલા અને સિંપલ એનર્જીએ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. રાફ્ટ મોટર્સે Indus NX લોન્ચ કરીને તમામ ઈલેક્ટ્રિક સ્કૂટરને પાછળ છોડી દીધા છે. મુંબઈ સ્થિત રાફ્ટ મોટર્સ કંપનીએ ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) ઈંડસ એનએક્સ (Indus NX ) લોન્ચ કર્યું છે. Raft Motors એ તાજેતરમાં સિંગલ ચાર્જમાં 480 કિલોમીટર રેન્જ આપતા સ્કૂટરની ઘોષણા કરી છે. કંપનીએ દાવો કર્યો છે, કે આ સ્કૂટર સૌથી અધિક રેન્જ આપે છે. અન્ય ઈલેક્ટ્રિક સ્કૂટરની જેમ આ સ્કૂટરમાં પણ તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે.
EV Scooter INDUS NXના ત્રણ વેરિએન્ટ
EV Scooter INDUS NX ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.. પોર્ટેબલ 48V65Ah લિથિયમ આયન બેટરી સાથે આવે છે, જે 156 KMs રેન્જ આપી શકે છે. મુંબઈમાં આ સ્કૂટરની કિંમત રૂ. 1,18,500 છે. સ્કૂટરનું બીજું વેરિએન્ટ નોન-મૂવેબલ 48V135Ah બેટરી સાથે આવે છે અને તે 324 KMs સુધીની રેન્જ આપી શકે છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત રૂ. 1,91,976 છે. સ્કૂટરનું ટોપ વેરિએન્ટ 6KWHની ક્ષમતા સાથે ડ્યુઅલ બેટરી સાથે આવે છે. સિંગલ ચાર્જમાં આ સ્કૂટર 480+KMS સુધીની રેન્જ આપી શકે છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત રૂ. 2,57,431 છે. ફીચર્સ- સ્કૂટર 10 એમ્પ્સ ફાસ્ટ ચાર્જિંગ સાથે એક લાખ કિલોમીટરની વોરંટી અને ડ્યુઅલ બેટરી વિકલ્પ સાથે આવે છે.
રાફ્ટમાં EV Scooter INDUS NX રિવર્સ ગિયર, થેફ્ટ અલાર્મ, કીલેસ સ્ટાર્ટ, રિમોટ લોકિંગ, સ્ટાઈલિશ ડિસ્ક બ્રેક અને ચાઈલ્ડ સેફ પાર્કિંગ મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રાફ્ટ કંપની ભારતના 550 શહેરોમાં મજબૂત ડીલરશીપ ધરાવે છે. પ્રબંધ નિદેશક પરવેશ શુક્લા અનુસાર ભારતના તમામ જિલ્લાઓમાં માર્ચ 2022 સુધીમાં અને વર્ષ 2023 સુધીમાં તમામ દેશમાં પહોંચાડવાનું લક્ષ્ય છે. કંપનીએ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ટીવી અને હાઈ-ફાઈ કરાઓકે સાઉન્ડ સિસ્ટમ લોન્ચ કરી છે.