જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ પોતાના વોટર્સને રીઝવવા માટે અધિરા બની રહ્યા છે. જો કે માણસા નગરપાલીકામાં આવેલા ફતેપુરા ગામના લોકો આ વખતે નેતાઓ અને પાલીકા સત્તાધીશો સામે મોચરો ખોલી લીધો છે. સમસ્યાઓનું સમાધાન ન થતાં ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી ગ્રામજનોએ આપી દીધી છે..
આ બે પરીક્ષાઓ પાસ કરશો તો જ મળશે લાયસંસ નિયમોમાં થશે બદલાવ
માસણા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ફતેપુરા ગામમાં 2013થી વરસાદી પાણી નિકળવાનો પ્રશ્ન હતો છે.ઘણા નેતાઓ ગામની મુલાકાતે આવી ગયા ગણી જગ્યાઓ પર સમસ્યા માટે ગ્રામજનો દ્વારા અરજીઓ પણ અપાઈ પરંતુ સમસ્યા પોતાની જગ્યાથી હલી નહોતી. ચોમાસુ આવતુને ફતેપુરા ગામમાં વરસાદના પાણીથી ગંદકી અને ગામના લોકોના જીવ જોખમાતા .ગામના લોકોએ પોતાના ખર્ચે તો ક્યાંક અલગ અલગ ગ્રાંટના પૈસા પણ આ સમસ્યા દુર કરવામાં લગાવી દીધા હતા. એક સમસ્યાનો જાતે છુટકારો મેળવ્યો ત્યાં ગ્રામજનો માટે બીજી સમસ્યા આવીને ઉભી થયાનો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે.
દરવાજો તોડી બેડરૂમમાં ઘૂસ્યો, ગર્લફ્રેન્ડને ઢોર માર મારી કરી હત્યા, 115 કરોડ રૂપિયા આપવા પડશે
ગામના લોકોનો બીજો પ્રશ્ન છે કે ડંપિંગ સાઈટનો પાલિકા અને આસપાસના વિસ્તારનો કચરો ગામ પાસે જ ઠાલવાતા ગામના લોકો કચરો અને તેની દુર્ગંધથી તોબા પોકારી ગયા છે. ગામના લોકોની માંગ છે કે ડંપિંગ સાઈટની જગ્યા તુરંત બદલી દેવાય અને ગામની દુર ખસેડી લેવાય અત્યારે પણ જે કચરો ત્યાં પડ્યો હોય તેને પણ દુર કરી દેવાય જો ટુંક સમયમાં આ માંગણી પૂર્ણ નહી થાય તો આગામી વિધાનસભાની ચુંટણીમાં ફતેપુરા ગામના લોકો ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી આપી છે. જેની સંપૂર્ણ જવાબદારી પાલિકા અને પાલિકાના સત્તાધીશોની રહેશે.