દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે અને સ્કૂલ કોલેજોમાં વેકેશન પડી ગયું છે. તો આ દિવાળી વેકેશનમાં જો તમારે ક્યાંય ફરવા જવાનો પ્લાન ના હોય તો અમે તેમને વેકેશન પરિવાર સાથે ઓન્જોય કરવા માટે ખાસ ટીપ્સ આપી રહ્યા છીએ. આ દિવાળ વેકેશન દરમિયાન તમે ઘરમાં રહો અને OTT પ્લેટફોમ પર દિવાળી પર રિલીઝ થનાર ફિલ્મસ અને વેબસીરીઝની મજા માણો
હમ દો હમારે દો
હમ દો હમારી દો ડિઝની પ્લસ હોટસ્ટાર પર 29 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રાજકુમાર રાવ અને કૃતિ સેનન લીડ રોલ વાળી આ ફિલ્મ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્માતા દિનેશ વિઝન દ્વારા કરવામાં આવ્યું છે. જેમણે સ્ત્રી, બાલા, લુકા છૂપી, રૂહી અને મીમી જેવી ફ્લ્મિો બનાવી છે. ફ્લ્મિમાં પરેશ રાવલ, રત્ના પાઠક અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળશે.
આર્મી ઓફ થીવ્સ
હોલિવૂડની ફ્લ્મિ ‘આર્મી ઓફ થીવ્સ‘ પણ નેટફ્લિક્સ રિલીઝ થઈ રહી છે. આ એક કોમેડી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, તેથી તે જોવું રસપ્રદ રહેશે કે જ્યારે આટલી બધી ફિલ્મો અને વેબસિરીઝ એક સાથે રિલીઝ થશે.
કોલ માય એજન્ટ
કોલ માય એજન્ટ વેબસિરીઝ 27 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર આવી ગઈ છે. આ વેબસિરીઝની વાર્તા ડૂબતી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીની આસપાસ ફરે છે. આ સિરીઝમાં રજત કપૂર, આહાના કુમરા, સોની રાજંદન લીડ રોલ નિભાવી રહ્યા છે.
ડીબુક
ઇમરાન હાશ્મી અને નિકિતા દત્તાની હોરર–થ્રિલર ડીબુક– ધ કર્સ ઇઝ રિયલ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે. તે એઝરા નામની મલયાલમ ફ્લ્મિની ઓફ્િશિયલ રિમેક છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ મેરેડોના–બ્લેસ્ડ ડ્રીમ 29 ઓક્ટોબરે રિલીઝ થશે. જે ફૂટબોલ લિજેન્ડ ડિએગો મેરાડોનાની બાયોપિક છે.
આફ્ત–એ–ઇશ્ક
આફ્ત–એ–ઇશ્ક 29 ઓક્ટોબરે Zee5 પર રિલીઝ થવાની છે. આ બ્લેક કોમેડીનું નિર્દેશન ઇન્દ્રજિત નટ્ટોજીએ કર્યું છે તો નેહા શર્મા લીડ રોલમાં છે. જ્યારે દીપક ડોબરિયાલ, અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરુણ પણ લીડ રોલ નિભાવતા જોવા મળશે. આ ફિલ્મ 2015માં રિલીઝ થયેલી લોકપ્રિય હંગેરિયન ફિલ્મ ‘લિઝા, ધ ફેક્સ–ફ્રી‘નું ભારતીય રૂપાંતરણ છે.
ગિરગિટ
ગિરગિટ વેબ સિરીઝ ATLબાલાજી પર 27મી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવી છે. ગિરગિટની વાર્તા રણબીર અને જ્હાન્વી નામના કપલની આસપાસ ફરે છે. સંતોષ શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ક્રાઈમ થ્રિલર વેબસિરીઝમાં તૃપ્તિ ખમકર, નકુલ રોશન સહદેવ, તાનિયા કાલરા અને અસ્મિતા જગ્ગી લીડ રોલમાં છે. કેટલાય લોકો આ સિરીઝને જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.