પ્રવાસીઓને આકર્ષવા માટે જમ્મુ કાશ્મીર પ્રવાસન વિભાગે ખાનગી થિયેટર ગ્રૂપ સાથે મળીને દાલમાં ફ્લોટિંગ થિયેટરનો વિકાસ કરવામાં આવ્યો છે. આ માટે ચાર મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. શમ્મી કપૂર અને શર્મિલા ટાગોર અભિનીત ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ પ્રથમ દિવસે દર્શાવવામાં આવી હતી. દર્શકોએ હોડીઓમાં બેસીને ફિલ્મની મજા માણી હતી. આ ફેસ્ટિવલ એક અઠવાડિયા સુધી ચાલશે અને તેમાં કાશ્મીરની જૂની અને યાદગાર ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. ખાસ કરીને જેનું શૂટિંગ કાશ્મીરમાં જ થયું છે. માત્ર કાશ્મીર જ નહીં, પરંતુ એશિયામાં પ્રવાસીઓ માટે આ પ્રકારનો પ્રથમ અનુભવ રહ્યો છે. ‘ચાંદ સા રોશન ચેહર’ ગીત અને તોફાની શમી કપૂર અને શર્મિલા ટાગોરની ફિલ્મ પર પ્રેક્ષકો ખૂબ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
કાશ્મીર કડકતીની ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બોટમાં બેસીને ફિલ્મ જોવાનો એક અલગ જ અનુભવ હોય છે ત્યારે પર્યટકોએ પણ આ રોમાંચક અનુભવ લીધો હતો…