ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart પર TV Days સેલનું આયોજન કરવામાં આવ્યુ છે. અહી એવી ઓફર્સ આપવામાં આવી રહી છે જેની હેઠળ તમને સ્માર્ટ ટીવી 7,499 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકાય છે. આ સેલ હેઠળ Blaupunkt, MI, Samsung, Realme અને OnePlus સ્માર્ટ ટીવીને ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ સાથે જ યૂઝર્સને 11,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.
Thomson R9: આ ટીવીની કિંમત 7,499 રૂપિયા છે. જેની સ્ક્રીન સાઇઝ 24 ઇંચની છે. આ HD Ready LED TV છે. જેનું રેજોલ્યૂશન 1366 x 768 પિક્સલ છે. આ 20 W આઉટપુટ સ્પીકર સાથે આવે છે. સાથે જ 60Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યુ છે. આ સાથે 6,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ સિવાય ન્યૂનતમ 260 રૂપિયા EMI આપીને પણ તમે તેને ઘરે લાવી શકો છો. પુરી એક્સચેન્જ વેલ્યૂ મળ્યા બાદ યૂઝર્સ આ ટીવીને 1,499 રૂપિયામાં ખરીદી શકે છે.
Realme Neo 80: તેની કિંમતની વાત કરીએ તો આ 15,999 રૂપિયા છે. જેની સ્ક્રીન સાઇઝ 32 ઇંચની છે. જેનું પિક્સલ રેજોલ્યૂશન 1366 x 768 છે. જેમાં સ્પીકર 20W આઉટપુટ સાથે આવે છે. જેનો રિફ્રેશ રેટ 60Hz છે. આ HD Ready LED Smart Android TV છે. આ સાથે જ 11,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. પુરી એક્સચેન્જ વેલ્યૂ મળ્યા બાદ યૂઝર્સને આ ટીવી 4,999 રૂપિયામાં ખરીદી શકાશે. EMI પર ખરીદવા માટે તમારે 555 રૂપિયા આપવા પડશે.
Mi 4A PRO 80: આ સ્માર્ટ ટીવીની કિંમત 16,999 રૂપિયા છે. જેની સ્ક્રીન સાઇઝ 32 ઇંચ છે. આ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. જેનું સ્પીકર 20 W આઉટપુટ છે. જેનો રિફ્રેશ રેટ 60Hz છે. આ HD Ready LED Smart Android TV છે. આ સિવાય 11,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર જૂની ટીવી એક્સચેન્જ કરવા પર આપવામાં આવશે. પુરી એક્સચેન્જ વેલ્યૂ મળ્યા બાદ યૂઝર્સને આ ટીવી 5,999 રૂપિયામાં ખરીદી શકાશે. EMI પર ખરીદવા માટે તમારે ન્યૂનતમ 590 રૂપિયા આપવા પડશે.