શું તમારે આખુ અમદાવાદ જોવુ છે? આકાશમાં હેલિકૉપ્ટરમાં ઉડીને હવે તમે તેની મજા માણી શકશો. અમદાવાદમાં 1 જાન્યુઆરીથી હેલિકૉપ્ટર રાઇડની શરૂઆત થઇ રહી છે.
10 મિનિટના ચુકવવા પડશે આટલા રૂપિયા
અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે કઇક ને કઇક નવુ નજરાણુ ઉમેરાતુ રહે છે. 1 જાન્યુઆરીથી અમદાવાદ રિવરફ્રન્ટ પર હેલિકૉપ્ટર સર્વિસ શરૂ થવા જઇ રહી છે. રિવરફ્રન્ટ પર હેલિપેડ પણ બનાવવામાં આવ્યુ છે. અમદાવાદીઓએ હેલિકૉપ્ટર દર્શન કરવા હશે તેમણે 3 હજારથી 5 હજાર સુધીનું ભાડુ ચુકવવુ પડશે. હેલિકૉપ્ટરમાં 10 મિનિટ માટે 2 હજાર રૂપિયા જ્યારે 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડુ આપવુ પડશે.
આ હેલિકૉપ્ટર સેવાથી અમદાવાદીઓએ આકાશમાં અમદાવાદનો નજારો નીહાળી શકશે. આ પહેલા રિવરફ્રન્ટ પર સી પ્લેન સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જોકે, સી પ્લેન સર્વિસને થોડો સમય સારો પ્રતિસાદ મળ્યા બાદ તે ખોટવાઇ ગઇ હતી. સી પ્લેનને રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધીની સેવા શરૂ કરવામાં આવી હતી.