રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોના પર કંટ્રોલ લાવવા માટે વેક્સિનેસન પર જોર આપી રહ્યું છે. વેક્સિનેસમાં વધારો થાય એ માટે રાજ્યસરકાર અને મનપા તંત્ર અલગ અલગ સ્કિમ અમલમાં મૂકી રહી છે. ત્યારે હાલમાં AMC દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે જ્યાં પણ લગ્ન સમારોહ હોય ત્યાં AMCના ડોક્ટર્સની ટીમ પોતાનું એક કાઉન્ટર રાખે છે અને જેમણે વેક્સિનનો પહેલો કે બીજો ડોઝ ન લીધો હોય તેમને ત્યાંજ વેક્સિન આપવાનું કામ કરી રહી છે.
ઉલ્લખનીય છે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી લહેર જેવી સ્થિત ન થાય એટલા માટે AMC તંત્ર વેક્સિનેસ પર ભાર આપી રહી છે. આજ કારણે લગ્ન સમાહોર સ્થળ પર વેક્સિનેસનનું એક અલગથી કાઉન્ટર લગાવવામાં આવે છે. જેનો સ્ટાફ લગ્નમાં હાજર લોકોનું વેક્સિનેસન સર્ટી તપાસ કરે છે અન જો કોઇને વેક્સિન ન લીધી હોય તો તેને સમજાવામાં આવે છે અને તેમની અનુકુળતા મુજબ વેક્સિન લઇ લેવા વિનંતી કરવામાં આવે છે. તો આ સિવાય AMCનું તંત્ર ઘરે ઘરે જઇને પણ જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેમને વેક્સિન લગાડી રહ્યા છે. આમ કોરોના સામેની જંગમાં એક માત્ર વિક્સિન હથિયાર છે, ત્યારે તમામ લોકો વેક્સિન લઇને કોરોનાની જંગ સામે સહિયોગ આપે તેવો તંત્રનો ખાસ અભિગમ છે.