spot_img

40 વર્ષની ઉંમર પાર કરી લીધી છતાં પણ અભિનેત્રીઓ સુંદરતામાં આપે છે મ્હાત

ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) એવી જગ્યા છે. જ્યાં તમારે ટકી રહેવું હોય તો તમારી એક્ટિંગ (Acting) સાથે સુંદરતાને પણ ટકારી રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને એક્ટ્રેસે (Actress) તો પોતાની જાતને ખુબ જ મેન્ટેઈન રાખવી પડે છે. એક સમય એવો હતો કે લગ્ન થયા બાદ અભિનેત્રીઓનું કરિયર પૂર્ણ માની લેવામાં આવતું હતુ. જો કે અત્યારના સમયમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે. જેઓ 40ની ઉંમર વટાવી ચુકી છે. પરંતુ હજુ પણ ફિલ્મો અને ટેલિવિઝનમાં સક્રિય છે. પોતાના અભિનય પર ફેંસના દીલ પર રાજ કરે છે.

1. શ્વેતા તિવારી
કસૌટી જીંદગીની પ્રેરણા બનીને શ્વેતા તિવારીએ સૌ દર્શકોના દિલ પર રાજ્ય કર્યુ. મજાની વાત એ છે કે સિરિયલમાંથી કામ છોડ્યો છે. શ્વેતાને ઘણો સમય વીતિ ચુક્યો છે. પરંતુ હજુ પણ શ્વેતા તિવારી પહેલાં સિરિયલમાં દેખાતી હતી. તેવી જ હાલમાં પણ દેખાય છે. ઉપરથી શ્વેતા તો હવે વધુ સુંદર દેખાવા લાગી છે. શ્વેતા આજે 41 વર્ષની થઈ ચુકી છે. તેનો ગ્લેમરસ અંદાજ જોઈને ફેંસ આજે પણ ગાંડા થઈ જાય છે. શ્વેતા આજે પણ પોતાની દિકરી સાથે સોશ્યલ મીડિયામાં કોઈ પણ પોસ્ટ મુકે તો તેની અને દિકરીની કંમ્પેરિઝન લોકો કરવા લાગે છે.

2.મોનિકા બેદી
મોનિકા બેદીએ પોતાના કરિયરની શરૂઆત 1994માં ફિલ્મ મે તેરા આશિક થી કરી હતી. મોનિકાએ ફિલ્મો સાથે ટેલીવિઝનમાં પણ ખુબ જ કામ કર્યુ હતુ. અત્યારે મોનિકાએ 46 વર્ષની થઈ ચુકી છે. અત્યારે પણ તે ખુબ જ સુંદર દેખાય છે. ભલ ભલી હિરોઈનને મ્હાત આપે છે.

3.મંદિરા બેદી
મંદિરા બેદી અત્યારે ભણે ટેલિવિઝન અને ફિલ્મોથી દુર હોય. પરંતુ હાલમાં એક સમય એવો હતો જ્યારે તેમની પાસે ફિલ્મો અને સિરિયલનો ઢગલો હતો. મંદિરા બેદીએ 1994ની સાલમાં પોતાના કરિયરની સિરિયલ શાંતિ શરૂઆત કરી હતી. અત્યારે તે 49 વર્ષની થઈ ચુકી છે. પરંતુ ખુબ સુરતી અને ફિટનેસના મામલે મંદિરા ભલ ભલાને માત આપે છે.

4.અનિતા હસનંદાની
અનિતાએ ટીવીથી લઈને બોલીવૂડની ફિલ્મો સુધી કામ કર્યુ છે. અનિતાએ કરીયરની શરૂઆત 1998ની સાલમાં સિરિયલ ઈધર-ઉધરથી કરી હતી. બાદમાં 1999માં ફિલ્મ તાલમાં કામ કર્યુ. અનિતાએ પોતાના કરિયરમાં ઘણાં ટીવી સિરિયલમાં કામ કર્યુ. અત્યારે અનિતા 40 વર્ષની થઈ ગઈ છે. અનીતા અત્યારે પોતાની વધતી ઉંમર સાથે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles