બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના કામને લઇને ખૂબ જ પરફેક્ટ છે, તેઓ પોતાની ઉંમરને ક્યારે કામને આડે આવવા દેતા નથી. જેના પુરાવાઓ તેઓ અનેક વખત આપી ચુક્યા છે, જેમ કે ઘણી ફિલ્મો માટે અમિતાભ બચ્ચન માઇનસ ટેમ્પ્રેચરમાં શૂટિંગ કરતા જોવા મળ્યા છે. ત્યારે ફરી એક વખત અમીતાભે પોતાના કામ પ્રત્યેની કર્મનિષ્ઠાનો પુરાવો આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ‘મૂસળધાર વરસાદ, હેવી બેકપેક અને એનેક કઠીનાઇઓની વચ્ચે એક ખતરનાક સ્ટંટનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું’ સૌથી ચોંકાવનારી બાબત અહિંયા એ છે કે આ પ્રકારની કઠીનાઇઓથી ભરપૂર શૂટિંગ બીગ-બીએ ચાર દિવસ સુધી કર્યું હતું. આ એક્શન સ્ટંટને વિકી કૌશલના પિતા શ્યામ કૌશલે સેટ કર્યો હતો.
અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જે થોડી બ્લર જેવી હતી, જેમાં ભારે વરસાદ અને ઘણાબધા હેવી કોસ્ચ્યુમમાં બીગ બી નજરી પડી રહ્યા છે. આ તસવીરની સાથે બીગ-બીએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘એક ઝૂલતો કૈન્ટીલીવર, સાંકળો વનવે પુલ, ચાર મોટા પંખા અને ભારે વરસાદ સાથે જ હિમાલયના વજનદાર કપડા, ભારે બૈકપૈક અને પરર્ફોમેન્સ,પાછલા ચાર દિવસ વિકીના પિતા શ્યામનું એક્શન’ બીગ-બીએ કરેલી પોસ્ટને અનેક સેલેબ્રિટીસે લાઇક્સ અને કોમેન્ટસ કરી છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ખૂબ ચર્ચામાં છે. બીગ-બી આ ફિલ્મને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે, આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટર્સમાં રીલીઝ થવાની છે.