આગામી વિધાનસભાની ચુંટણીઓ પહેલાં કોંગ્રેસ ટિકીટ વહેંચણીને લઈને મોટા પાયે બદલાવની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે પણ હવે નક્કી કર્યુ છે કે હવે એક પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિને ટિકીટ મળશે. ઉદયપુરની ચિંતન શિબિરમાં સંગઠન બદલાવ અને રાજનીતિક મામલે બનાવાયેલી પૈનલે આ સિફારીશ કરી છે.
वन फैमिली-वन टिकट पर सहमति होनी चाहिए और इसमें अपवाद तभी हो जब परिवार का दूसरा व्यक्ति पांच साल से अलग से संगठन के लिए काम कर रहा हो।
तो अगर किसी को चुनाव लड़ना है, तो उसे व्यक्तिगत तौर पर संगठन को पांच साल देने होंगे : श्री @ajaymaken pic.twitter.com/wL71jl78gX
— Congress (@INCIndia) May 13, 2022
કોંગ્રેસના રાદસ્થાનના પ્રભારી મહાસચિવ અજય માકને ઉદયપુરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમારી પૈનલમાં ચર્ચા થઈ કે એક પરિવારમાંથી એક જ ટિકીટના ફોર્મ્યુલાને લાગુ કરવામાં આવે. જેને પણ ટીકિટ આપવામાં આવે તેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ પાર્ટીમાં કામ કર્યુ હોવુ જોઈએ. સીધી રીતે કોઈને પણ ટિકીટ આપવામાં નહી આવે. ઉપરાંત નવા આવનારા નેતાઓને પણ ટિકીટ નહી મળે. પરંતુ આ તમામ નિયમોમાંથી ગાંધી પરિવારને છુટછાટ આપવામાં આવશે. ગાંધી પરિવાર પર આ ફોરમ્યુલા લાગુ નહી થાય.
અજય માકને એ પણ કહ્યુ કે પાર્ટીમાં સતત પાંચ વર્ષ કામ કર્યા બાદ કોઈ વ્યક્તિને બીજુ પદ પણ ન આપવામાં આવે. ઓછામાં ઓછા ત્રણ વર્ષ કુલિંગ પિરિયડ હોય. ત્રણ વર્ષની ગેપ બાદ જ આગામી બે વર્ષમાં તેમણે કોઈ પદ આપવામાં આવે. જો કોઈ કોંગ્રેસના નેતાનો દિકરો અથવા તો બીજા નેતા ટિકીટ લેવા માંગતો હોય તો એને ઓછામાં ઓછા પાંચ વર્ષ કોંગ્રેસના સંગઠનમાં કામ કરવુ પડશે. કોંગ્રેસમાં પાંચ વર્ષથી વધુ સમય કોઈ પદ પર ન રહેવાના નિયમ લાગુ થવાથી અડધાથી વધુ નેતાઓ બહાર થઈ જશે. નેતાઓના દિકરા હશે તો પણ તેમણે પાંચ વર્ષ કોંગ્રેસમાં કામ કરશે પછી જ ટિકીટ મળશે. અજય માકને સ્પષ્ટ રીતે કહ્યુ કે આ તમામ નિયમો ગાંધી
પરિવાર પર લાગુ નહી પડે. ગાંધી પરિવાર પર એક પરિવાર એક ટિકીટ પણ લાગુ નહી પડે.
જો કે કોંગ્રેસના નેતાના પરિવારના બીજા સભ્યોને ટિકીટ ત્યારે જ આપવામાં આવસે જ્યારે તેઓ કોંગ્રેસમાં સતત પાંચ વર્ષ સુધી એક્ટિવ રહેશે. જો કોઈ નવો સભ્ય કોંગ્રેસમાં આવે તો તેને પહેલાં સંગઠનમાં પાંચ વર્ષ સુધી કામ કરવું પડશે. ત્યારબાદ જ તેને ટિકિટ મળશે. એ પણ નક્કી કરવામાં આવ્યુ છે કે અન્ય પક્ષમાંથી આવનારા નેતાઓને ટિકિટ ન મળે તેમણે પણ સંગઠનમાં પાંચ વર્ષ સુધી કામ કરવુ પડશે પછી તેમને ટિકીટ મલસે.