કોઈ વ્યક્તિ ખોરાક વગર રહી શકે. સામાન્ય વ્યક્તિનો ના જ રહી શકે. કેટલાકો લોકો હોય છે જે ન ખાવાની વસ્તુ ખાઈને જીવન જીવે છે. આવા જ એક વ્યક્તિ શહડોલના કરકટી ગામમાં ભૂરા યાદવ છે. જે અજાયબીથી ઓછા નથી.
ભૂરા યાદવ ખાવાનાની જગ્યાએ પક્કા અને લાડકીઓ ખાઈને જીવી રહ્યા છે. દિવસ દરમિયાન જમવાનું મળી રહે તો ઠીક અન્યથા પત્તા અને લાકડીઓથી પોતાનું પેટ ભરી છે. ભૂરાનો દાવો છે કે, પત્તા અને લાકડીઓ ખાય છે પણ ક્યારે પણ બીમારીમાં નથી સપડાયા. છેલ્લાં 10 વર્ષથી પત્તા અને લાકડીઓ ખાઈને જીવી રહ્યા છે.
ભૂરા યાદવની ઉંમર 55 વર્ષની છે. જે ગામમાં તેઓ રહે છે,ત્યાના લોકો માટે પત્તા અને લાકડીઓ ખાતા ભુરા યાદવ સામાન્ય છે. જે કોઈપણ નવો વ્યક્તિ આવે તો તેના માટે પત્તા ખાતો માણસ જોઈને અચંબિત બની જાય છે.ભૂરા યાદવનું કહેવુ છે કે બાળપણથી જ તેઓ રમત રમતમાં લાકડીઓ અને પત્તા ખાઈ લેતા હતાં. ધીમે ધીમે તેમને આની આદત પડી ગઈ.
આદત ક્યારે કુટેવ બની ગઈ તેમને ખ્યાલ જ ન આવ્યો. ભૂરા અપરણિત છે. તેમના પરિવારમાં કાકા કાકી સાથે રહે છે. તેમનો પરિવાર ખૂબ જ ગરીબ છે. મજુરી કરીને પોતાનુ પેટ ભરે છે. જ્યારે પણ ભુરા ગાયો કે ભેંસો ચરાવવા માટે જાય ત્યારે જ જંગલમાં જ તે પત્તા અને લાકડીઓ ખાઈ લે છે. જો ત્યારબાદ તેમને ખાવાનુ ન મળે તો પણ ચાલી જાય છે.
ડોક્ટરનું કહેવુ છે કે ભુરા યાદવને કોઈ બીમારી નથી. પરંતુ ડોક્ટર એટલુ જરૂર કહે છે કે ભુરાને પત્તા ખાવાનો અને લાકડીઓ ખાવાનો માનસિક રોગ થઈ ગયો છે.