spot_img

બધા જ લોકો ઓમિક્રોનથી થશે સંક્રમિત, બૂસ્ટર ડોઝ પણ નહી રોકી શકે, જાણો કોણે કર્યો આ દાવો 

 

નવી દિલ્હી: કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ‘લગભગ અજય’ છે અને તે દરેકને સંક્રમિત કરશે. એક ટોચના સરકારી નિષ્ણાતે એનડીટીવીને આ વાત જણાવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ હવે ભયંકર રોગ નથી. નવા સ્ટ્રેનની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજી ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ જયપ્રકાશ મુલિયેલે કહ્યું, ‘ઓમિક્રોન એક એવી બિમારી છે જેનો આપણે સામનો કરી શકીએ છીએ. આપણામાંથી ઘણાને ખબર પણ નહિ હોય કે આપણને તેનો ચેપ લાગ્યો છે. કદાચ 80 ટકાથી વધુ લોકોને ખબર પણ નહીં હોય કે આપણી સાથે આવું ક્યારે થયું?

કોઈ પણ તબીબી સંસ્થાએ બૂસ્ટર ડોઝની ભલામણ કરી નથી તેમ જણાવતા, ડૉ. મુલિયલે કહ્યું કે તેઓ રોગચાળાની કુદરતી પ્રગતિને રોકશે નહીં. એસિમ્પ્ટોમેટિક ક્લોઝ કોન્ટેક્ટના ટેસ્ટિંગ સામે અભિપ્રાય આપતાં તેમણે કહ્યું કે વાઈરસનો ચેપ માત્ર બે દિવસમાં બમણો થઈ રહ્યો છે, તેથી જ્યાં સુધીમાં ટેસ્ટ તેની હાજરી બતાવશે, તે પહેલાથી જ ચેપની સંખ્યા વધી જશે.

કડક લોકડાઉન અંગે તેમણે કહ્યું કે આપણે લાંબા સમય સુધી ઘરમાં બંધ રહી શકીએ નહીં. તે સમજવાની જરૂર છે કે Omicronની અસર ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઘણી હળવી છે. ડૉ. મુલિયલે કહ્યું કે દેશમાં રસી આવી ત્યાં સુધીમાં લગભગ 85% ભારતીયો સંક્રમિત થઈ ચૂક્યા હતા. આવી સ્થિતિમાં રસીનો પ્રથમ ડોઝ પ્રથમ બૂસ્ટર ડોઝ જેવો હતો કારણ કે મોટાભાગના ભારતીયોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles